મનોરંજન

અસલ જીવનમાં છે કરોડોના માલિક “તારક મહેતા”ના આત્મારામ ભીડે, જીવે છે કંઈક આવું શાહી જીવન

છેલ્લા 12 વર્ષથી દર્શકોને ભરપૂર મનોરંજન કરાવનારો શો તારક મહેતા આજે દર્શકોની પહેલી પસંદ બની ગયો છે, તાજેતરમાં જ આ શોના 3000 ભાગ પૂર્ણ થયા જેની ગ્રાન્ડ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Image Source

આ ધારાવાહિકના કથાવસ્તુની સાથે સાથે ધારાવાહિકના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. એવું જ એક પાત્ર આ શોનું છે ગોકુલ ધામ સોસાયટીના એક માત્ર સેક્રેટરી આત્મારામ ભીડે. જેમને માસ્તર ભીડે તરીકે પણ ઓળખવામાં આવે છે.

Image Source

ધારાવાહિકમાં આત્મારામ ભીડેનું પાત્ર નિભાવ્યું છે અભિનેતા મંદાર ચંદવાકરે. આ ધારાવાહિકમાં એક એક રૂપિયાનો હિસાબ કરનારા આત્મારામ પોતાના અસલ જીવનમાં કરોડોના માલિક છે. એટલું જ નહિ તે અલગ અલગ ઘણા એવોર્ડ શોની અંદર પોતાના અભિનયનો જાદુ વિખેરે છે અને તેમને ઘણા મરાઠી શો પણ કર્યા છે. ચાલો જાણીએ મંદાર ચંદવાકરની લાઇફસ્ટાઇલ વિશે.

Image Source

એક ખ્યાતનામ ન્યુઝ મીડિયાના જણાવ્યા પ્રમાણે મંદાર 20 કરોડની સંપત્તિના માલિક છે. મંદાર “તારક મહેતા”ના એક એપિસોડ માટે 45 હજાર રૂપિયા જેટલી ફી લે છે. આ ઉપરાંત મંદાર ઘણા એવોર્ડ સમારંભમાં પણ પોતાના અભિનયનો જલાવો બતાવે છે. તે ઘણી જ લક્ઝુરિયસ કારનો પણ માલિક છે.

Image Source

રિપોર્ટ પ્રમાણે મંદાર એક ઈજનેર છે પરંતુ તેને અભિનય માટે પોતાની નોકરી પણ છોડી દીધી હતી. તેને ઘણી મરાઠી ફિલ્મો અને ટીવી શોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેને સાચી ઓળખ ગોકુલધામના એકમાત્ર સેક્રેટરી આત્મારામ ભીડેના પાત્ર દ્વારા જ મળી છે. આ શોમાં આવ્યા બાદ તેને કયારેય પાછા ફરીને નથી જોયું.

Image Source

મંદારનો જન્મ 27 જુલાઈ 1976ના રોજ થયો હતો. અભિનયમાં આવતા પહેલા તે દુબઈમાં નોકરી કરતો હતો. મંદાર પેહલા મેકેનિક ઈજનેર હતો. તેને વર્ષ 1997થી 2000 દરમિયાન નોકરી પણ કરી. આજે તારક મહેતા શોના કારણે મંદારને એટલી બધી પ્રસિદ્ધિ મળી ગઈ છે કે તે આજે ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી ચુક્યો છે.