મનોરંજન

કરીનાના દીકરા તૈમુરને નવડાવવા, કપડાં બદલવાથી લઈને આ કામ પણ કરે છે નૈની, મળે છે તેને આટલો પગાર

IPS, ડોક્ટર, એન્જોનયરને પછાડી દે એવો પગાર મળે છે અને સાથે જ આવા આવા કામો કરવા પડે છે, જુઓ

બોલીવુડની સિલિબ્રિટીઓ સાથે તેમના સંતાનો પણ ચર્ચામાં વધારે રહેતા હોય છે. અને તેમાં પણ સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમુર તો અવાર નવાર સોશિયલ મીડિયા અને ખબરોમાં છવાયેલો રહે છે. વાત કરીએ તૈમુરની દેખરેખ કરતી નૈનીની તો તેનો પગાર સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે, તૈમુરની નૈનીનો પગાર કોઈ ઇંજિનિયર, એમબીએ કે કોઈ આઇટી પ્રોફેશન વ્યક્તિ કરતા પણ વધારે છે. સાથે જ આ નૈનીને બીજી પણ ઘણી સુવિધાઓ મળે છે. તૈમુરની ઉમર આજે ભલે 3 વર્ષની હોય પરંતુ સ્ટાર કિડ્સમાં તે સૌથી પ્રખ્યાત બાળક છે. અવાર નાવર તે સૈફ અને કરીના સાથે જોવા મળે છે. આ ઉપરાંત તેની સાથે બીજી એક સ્ત્રી પણ જોવા મળે છે, જેનું નામ સાવિત્રી છે અને તે તૈમુરની નૈની છે.

તૈમુરની જે નૈની છે સાવિત્રી તેનું કામ પણ એટલું સરળ નથી, તૈમુરને નાવડાવવો, કપડાં પહેરાવવા સાથે જમવાનું પણ પૂરું ધ્યાન તેને રાખવું પડે છે. આ ઉપરાંત તે પોતાની જાતે કઈ કરી પણ નથી શકતી, તેને પણ તૈમૂરના માતા-પિતાની પરવાનગી પહેલા લેવી જ પડે છે.

તૈમૂરના ખોરાકનું પણ તેને પૂરતું ધ્યાન રાખવું પડે છે, હાઈજેનીક ખોરાક જ તે તૈમુરને ખવડાવી શકે છે, સાથે સાથે તેને પોતે પણ હાઇજિનિક ખોરાક જ ખાવો પડે છે અને પોતાનું પણ ધ્યાન રાખવું પડે છે, તે હંમેશા તૈમુર સાથે ચોખ્ખા કપડામાં જ નજરે આવે છે.

તૈમુર જયારે રમતો હોય ત્યારે પણ નૈનીએ ખુબ જ ધ્યાન રાખવું પડે છે, રમતી વખતે તેને ક્યાંક વાગી ના જાય અને કોઈ ગંદી વસ્તુ પણ ના ઉઠાવી લે તેનું પણ નૈનીને ખાસ ધ્યાન રાખવાનું હોય છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે જોઈએ તો તૈમુરની નૈનીનો બેઝિક પગાર 1.5 લાખ રૂપિયા છે આ ઉપરાંત તે જો ઓવરટાઈમ પણ ક્યારેક કરે છે તો તેને 1.7 લાખ રૂપિયા સુધીનો પણ પગાર મળે છે, આ સિવાય નૈનીને એક સ્પેશિયલ કાર પણ આપવામાં આવી છે જેમાં તે તૈમુરને ફરવા માટે લઇ જઈ શકે છે.

જયારે પણ કરીના અને સૈફ વિદેશમાં ફરવા માટે પણ જાય છે ત્યારે પણ તે નૈનીને પોતાની સાથે જ લઈને જાય છે. કરીના સાથે પણ નૈની હંમેશા રહે છે તૈમુરની દેખરેખ રાખવા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.