નવરાત્રીમાં કરો આ 4 વસ્તુઓનું દાન, માતાજી ભરી દેશે તમારા ઘરે ધનનો ભંડાર

આ વખતે 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી નવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. આ સિવાય ખાસ કરીને માતાના મંદિરોમાં પણ અનોખી રોનક જોવા મળશે. આ વર્ષે ચોથના ક્ષય સાથે જ ત્રીજ અને ચોથ એક જ દિવસે 9 ઓક્ટોબરે ઉજવાશે. આવતી કાલથી 7 ઓક્ટોબરના રોજ આસો સુદ પડવાની સાથે જ શારદીય નવરાત્રિની શરૂઆત થશે.

પવિત્ર નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે. આ નવરાત્રીના દિવસોને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ભક્તો પણ આ નવરાત્રીના પવિત્ર દિવસોમાં ઉપવાસ કરતા હોય છે અને માતાજીની ભક્તિ પણ કરતા હોય છે. ત્યારે આ નવરાત્રીના પવિત્ર દિવસોમાં જો તમે માતાજીની કૃપા મેળવી તમારા ઘરમાં પણ ધનનો ભંડાર ભરવા માંગતા હોય તો નીચે જણાવેલી વસ્તુઓનું અચૂક દાન કરવું, જેનાથી માતાજી તમારા ઉપર પ્રસન્ન થશે અને તમને ધન ધાન્યથી ભરી દેશે.

1. લાલ બંગડીનું કરો દાન:
આ નવરાત્રીના પવિત્ર દિવસોમાં આઠ વર્ષથી નાની કન્યાઓને લાલ બંગડીનું દાન કરવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે નાની બાળકીઓ દેવીનું સ્વરૂપ હોય છે. જેના કારણે તેમને લાલ બંગડી દાનમાં આપવાથી માતાજીની કૃપા વરસે છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે જે લોકો પ્રસન્ન મનથી લાલ બંગડીનું દાન કરે છે તેમના ઘરમાં બરકત આવે છે.

2. મહેંદી વહેંચવી માનવામાં આવે છે શુભ:
માતા દુર્ગા સુહાગન છે. તેમને સુહાગનો સામાન પણ ખુબ જ પસંદ છે. નવરાત્રી દરમિયાન કોઈ એક દિવસ મહેંદી લાવીને દેવી માતાને અર્પણ કરો. ત્યારબાદ મહેંદીને 7 પરણિત સ્ત્રીઓને વહેંચી દેવી. એવું પણ કહેવાય છે કે મહેંદી લગાવીને સ્ત્રીઓ જેટલી પ્રસન્ન થશે એટલા જ માતાજી પણ પ્રસન્ન રહેશે. એવું પણ માનવામાં આવે છે કે મહેંદીનું દાન કરવાથી ધન ધાન્યનો યોગ બને છે.

3. કેળા દાન કરવાથી આવે છે બરકત:
એવી પણ એક માન્યતા છે કે કેળાનું દાન કરવાથી ઘર પરિવારમાં બરકત આવે છે. જે વ્યક્તિ નવરાત્રીના પાવન દિવસોમાં નવ દિવસ દરમિયાન કેળાનું દાન કરે છે તેમના ઘરની અંદર ખુશી આવે છે. સાથે જ એ પણ કહેવામાં આવે છે કે તેમના ઘરની અંદર ક્યારેય ધન-ધાન્યની ખોટ આવતી નથી.જે લોકો ગરીબીથી છુટકારો મેળવવા માંગે છે તેમને કેળાનું અવશ્ય દાન કરવું જોઈએ.

4. પુસ્તકોનું દાન કરવું પણ છે મંગલકારી:
નવરાત્રીના 9 દિવસોમાં પુસ્તકોનું દાન કરવું જોઈએ. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પુસ્તકોનું દાન કરે છે તેમના ઘરમાં માતા મહાલક્ષ્મીની કૃપા વરસે છે. જે વ્યક્તિ નવરાત્રીમાં કોઈના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરવાનો પ્રયત્ન કરે છે તેના ઘર પરિવારમાં ગરીબીનો કાળો પડછાયો દૂર થાય છે.

Shah Jina