પોતાની પાઘડીથી સોનુ સુદને પણ ઈમ્પ્રેસ કરનારા આ અમદાવાદી આ વર્ષે નવરાત્રીમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” વાળી પાઘડીથી મચાવશે ધૂમ, જુઓ તસવીરો

નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓએ નવરાત્રીની તૈયારીઓ ઘણા સમયથી શરૂ પણ કરી દીધી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે નવરાત્રીનો રંગ જામ્યો નહોતો, પરંતુ આ વર્ષે કોરોના ઓછો થવાના કારણે મોટા મોટા પાર્ટીપ્લોટ અને મેદાનોમાં પણ નવરાત્રી યોજાઈ રહી છે.

ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અમદાવાદી યુવકે નવરાત્રી નિમિત્તે એક ખાસ પાઘડી બનાવી છે. આ યુવકનું નામ છે અનુજ મુદલિયાર. તે દર વર્ષે આકર્ષક પાઘડી બનાવીને ચર્ચામાં રહેતો હોય છે. ગત વર્ષે પણ તેને એક સરસ મજાની પાઘડી બનાવી હતી, જેનું વજન સવા ચાર કિલો હતુ. આ પાઘડીને “ધ રિયલ હીરો” પાઘડી તરીકે નામ આપવામાં આવ્યુ હતું. આ પાઘડીની અંદર અભિનેતા સોનુ સુદની તસવીરો ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીની પણ તસવીર જોવા મળી હતી.

અનુજ દ્વારા બનાવવામાં આવેલી આ પાઘડીને જોઈને સોનુ સુદ પણ ખુબ જ ખુશ થઇ ગયા હતા અને તેમને પણ તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર આ પાઘડીની તસવીર શેર કરી અને કેપશનમાં “Humbled” લખ્યા બાદ લાલ દિલ સાથે બે હાથ જોડવાનું પણ ઈમોજી શેર કર્યું હતું. એક ગુજરાતીની આ કલાકારી ઉપર સોનુ સુદ પણ ફિદા થયેલા જોવા મળ્યા હતા.

આ સાથે જ સોનુ સુદે તે વ્યક્તિને મળવાની પણ વાત કરી હતી અને તેના દ્વારા બનાવવામાં આવેલી ખાસ પાઘડી પહેરાવવાની પણ વાત કહી હતી. જેના બાદ અમદાવાદના આ યુવાને સોનુ સુદનાં ઘરે જઈ અને સોનુ સુદનાં માથે ખાસ સવા ચાર કિલોની પાઘડી પહેરાવી હતી. જેની ઘણી તસવીરો પણ સામે આવી હતી. જેમાં સોનુ સુદ સવા ચાર કિલોની ખાસ પાઘડી સાથે જોવા મળી રહ્યો હતો.

ત્યારે હવે આ વર્ષે પણ અનુજે એક ખાસ સવા ચાર કિલોની પાઘડી બનાવી છે. જે પાઘડીને તેને “તિરંગા કમલ પાઘડી” નામ આપ્યું છે. આ પાઘડી ખાસ આ વર્ષે દેશભરમા યોજાયેલા આઝાદી કા અમૃત મહોત્સવના તર્જ ઉપર બનાવવામાં આવી છે. આ પાઘડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સોનુ સુદની પણ તસવીર જોવા મળી રહી છે. આ સાથે અનુજે જે કેડિયું પહેર્યું છે તેમાં પણ પીઠ ઉપર નરેન્દ્ર મોદી અને સોનુ સુદની તસવીર જોવા મળી રહી છે.

અનુજ છેલ્લા 6 વર્ષથી અલગ અલગ થીમ ઉપર પાઘડી બનાવીને ચર્ચામાં રહેતો હોય છે. આ માટે તેને ઘણા પુરષ્કાર પણ મળ્યા છે. તેને વર્ષ 2017માં GST થીમ, વર્ષ 2018માં હેરિટેજ થીમ, 2019માં મોદી પાઘડી, 2020માં કોરોના વોરિયર્સ થીમ અને 2021માં રિયલ હીરો સોનુ સુદ થીમ પર શાનદાર પાઘડીઓ બનાવી હતી, ત્યારે આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ ઉપર બનેલી આ પાઘડી પણ નવરાત્રીમાં આકર્ષણનું કેન્દ્ર રહેવાની છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

અનુજની પાઘડીનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પાઘડી પહેરીને ઉભો રહેલો જોઈ શકાય છે. તેની પાઘડીનો દેખાવ જોઈને લોકો કોમેન્ટમાં પણ તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. ખરેખર અનુજ દર વર્ષે કંઈક હટકે કરે છે અને તેની પાઘડીઓ જગવિખ્યાત બની જાય છે.

Niraj Patel