એરપોર્ટ ઉપર પણ જામ્યો ગરબાનો રંગ, મહિલાઓ અને બાળકો કૂંડાળે વળીને ગરબા રમતા જ સર્જાયો એવો માહોલ કે… જુઓ વીડિયો

હાલ તો દેશભરમાં નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે અને તેમાં પણ ગરબા તો ગુજરાતનું ઘરેણું છે. ગરબા ગુજરાતીઓના હૃદયમાં વસે છે અને એટલે જ ગુજરાતી જ્યાં પણ જાય ત્યાં નવરાત્રીમાં ગરબા કરવાનું ક્યારેય ચુકે નહિ, સોશિયલ મીડિયામાં પણ ગરબાના ઘણા બધા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. ઘણા લોકો એવા પણ હોય છે જે ગરબા રમવા માટે મેદાનમાં જ નહિ પરંતુ જ્યાં પણ જગ્યા મળે ત્યાં રમી લેતા હોય છે.

ટ્રેનમાં ગરબા રમતા ઘણા વીડિયો તમે જોયા હશે પરંતુ હાલ એક વીડિયો એરપોર્ટ પરથી સામે આવ્યો છે, જ્યાં મહિલાઓ અને બાળકોએ ગરબાની ધૂમ મચાવી હતી. આ વાયરલ વીડિયો બેંગલુરુના એરપોર્ટ ઉપરથી સામે આવ્યો છે. ટ્વિટર યુઝર દિવ્યા પુત્રેવુ દ્વારા શેર કરવામાં આવેલી ક્લિપમાં મુસાફરોનું એક જૂથ અચાનક ગરબા ડાન્સ કરી રહ્યું છે. વિડિયો નવરાત્રિના ઉત્સાહને સંપૂર્ણ રીતે કેપ્ચર કરે છે.

વીડિયોની સાથે પુત્રેવુએ લખ્યું, “જ્યારે તેઓ કહે છે કે બેંગલુરુમાં કંઈ પણ થઈ શકે છે ત્યારે તેમના પર વિશ્વાસ કરો! @BLRAirport પર મારી @peakbengaluru ક્ષણ ફરી હતી. સ્ટાફ દ્વારા ક્રેઝી ઇવેન્ટ! મુસાફરો માત્ર ગરબા રમવા માટે એકઠા થયા હતા તે જોવું ખૂબ સરસ છે. ” વીડિયોમાં ઉત્સાહી ભીડ ગરબામાં ભાગ લેતી જોઈ શકાય છે અને ત્યાં હાજર લોકો તેની મજા માણી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયોને હજારો વખત જોવામાં આવ્યો છે. બેંગલુરુ એરપોર્ટે ટ્વીટ પર પ્રતિક્રિયા આપી, “હેલો, ઉલ્લેખ કરવા બદલ આભાર! BLR એરપોર્ટ એક ઉત્તમ પેસેન્જર અનુભવ પ્રદાન કરવામાં અગ્રેસર બનવાનો પ્રયત્ન કરે છે. જ્યારે અમારા મુસાફરો પ્રયાસની પ્રશંસા કરે છે ત્યારે અમને ગમે છે!”

એકે લખ્યું, “નમ્મા બેંગલુરુ ઘણી સંસ્કૃતિઓનું મેલ્ટિંગ પોટ,” બીજાએ લખ્યું, “લવ ધ વાઇબ્સ!” ત્રીજાએ ટિપ્પણી કરી, “અહીં કંઈપણ થઈ શકે છે અને તેથી જ અમે બેંગલુરુને પ્રેમ કરીએ છીએ!” તાજેતરમાં જ મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓના એક જૂથનો ગરબા કરતો વીડિયો પણ વાયરલ થયો હતો.

Niraj Patel