રાજકોટમાં સ્વામીના હાથે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ ખોલી મોટી પોલ, કહ્યું, “મારા સિવાય બીજી છોકરીઓને પણ….”

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Gurukul rape victim narrated : છેલ્લા ઘણા દિવસથી ગુજરાતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય સતત ચર્ચામાં છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક પછી એક સાધુઓની કામલીલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખીરસરા ઘેટિયા ગામ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાંથી પણ સામે આવ્યો હતો, જેમાં ગુરુકુળના સ્વામી ધરમસ્વરૂપદાસ દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ત્યારે આ મામલે હવે યુવતીએ મીડિયા સમક્ષ એક નવો ખુલાસો પણ કર્યો છે. યુવતીએ જણાવ્યું કે સ્વામી સાથે તે સોશિયલ મીડિયા દવબારા સંપર્કમાં આવી હતી. જેના બાસ સ્વામીએ તેને મીઠી મીઠી વાતો કરીને ભોળવી દીધી હતી અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપીને અવાર નવાર તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હોવાનું તેને જણાવ્યું હતું.

આ દરમિયાન યુવતી ગર્ભવતી થઇ જતા ધર્મસ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયૂર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઇચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો.આ ઉપરાંત યુવતીએ એમ પણ જણાવ્યું કે સ્વામી અન્ય યુવતીઓને પણ ફસાવે છે અને શોષણ કરે છે આવા સ્વામીઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ.

આ સાથે યુવતીએ પોતાની વ્યથામાં જણાવ્યું છે કે, આવું કૃત્ય કરનારા લોકોને ફાંસીએ ચડાવી દેવા જોઈએ અને આ બાબતમાં તેમને અગાઉ પહેલેથી જ તેઓ ધમકીઓ આપતા હતા અને આ બાબતમાં ભોગ બનનાર યુવતીએ જણાવ્યું છે કે, તેમને અગાઉ પણ શંકા હતી કે, સ્થાનિક પોલીસ આરોપીઓને સપોર્ટ કરશે તેથી જ આ સમગ્ર મામલાની પોલીસ ફરિયાદ તેમને રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે અને હાલ આ મામલે જવાબદારોને ફાંસીની સજા મળવી જોઈએ તેવી માંગ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by News18 Gujarati (@news18gujarati)

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel