હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
થોડા દિવસો પહેલા રાજકોટના ગેમઝોનમાં લાગેલ આગના પડઘા હજુ તો શાંત નથી થયા ત્યાં હાલમાં વડોદરાની એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં આગ લાગી હતી. ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.
જો કે હાલ તો આગ પર કાબૂ કરી લેવામાં આવ્યો છે. આગ લાગવાનું પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી.
વહેલી સવારે સ્વીચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો અને તે બાદ આગ લાગી. જો કે સદનસીબે ઘટના સમયે OTમાં કોઈ દર્દી નહોતો. ઓપરેશન થિયેટરમાં આગ લાગવાને કારણે ધુમાડો ફેલાયો, જેના કારણે OTના બાજુના વોર્ડના દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા. ઓપરેશન થિયેટરના બાજુના વોર્ડમાં 3 દર્દી દાખલ હતા.
પ્રાથમિક અનુમાન છે કે ACમાં બ્લાસ્ટ થયો હશે. એવી જાણકારી હાલ સામે આવી છે તે ENT વિભાગમાં એક્સિજન લિકેજને કારણે આગ લાગી હતી. ત્યારે હવે સવાલ ઊભો થઇ રહ્યો છે કે હોસ્પિટલમાં આવી બેદરકારી કેવી રીતે થઈ શકે ?
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.