જૈન સમાજના લોકોએ મુસ્લિમ વેશમાં ખરીદ્યા 124 બકરા, બધાને કુરબાનીથી બચાવ્યા
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
બકરી ઇદ પર દિલ્હીના જૈન યુવાનોએ અનોખી પહેલ કરી. વિવિધ અસ્થાયી બજારોમાંથી 600થી વધુ બકરા ખરીદ્યા અને પછી તેમને ઉત્તર પ્રદેશના વિવિધ જીવ દયા કેન્દ્રોમાં મોકલ્યા જ્યાં તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ખરીદી અલગ-અલગ સંસ્થાઓ અને જૈન સમાજના યુવાનોના વિવિધ અભિયાન દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર અભિયાનમાં 15 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. જૈન સમાજની આ કામગીરીના સોશિયલ મીડિયાથી લઇને દરેક જગ્યાએ ઘણા વખાણ થઈ રહ્યા છે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક સંસ્થાના અધિકારીઓને મળ્યા હતા અને તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. ટ્રસ્ટના ડાયરેક્ટર અભિષેક જૈને જણાવ્યું કે આ માટે તેમની ટીમ સવારે માર્કેટ પહોંચી અને અલગ-અલગ ગ્રુપમાં ખરીદી કરી. આ માટે તેઓએ મુસ્લિમનો વેશ ધારણ કરીને કેટલાક લોકોની મદદ પણ લીધી જેઓ પ્રાણીઓની હત્યા વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. અભિષેકે કહ્યુ- જો બકરી વેચનારને ખબર પડી જાય છે કે ખરીદનાર બિન-મુસ્લિમ છે તો તેઓ કિંમત વધારી દે છે અને વેચવામાં પણ ખચકાટ અનુભવે છે એટલા માટે આવું કરવું પડ્યુ.
તે લોકોએ બપોરે ભીષણ ગરમીમાં ખૂબ મહેનત કરી અને 100 બકરા ખરીદ્યા જેના માટે 10 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો. જે તેઓએ કેટલાક સમુદાયમાંથી એકત્રિત કર્યા હતા, ત્યારબાદ બકરાઓને બે વાહનોમાં ગ્રેટર નોઈડા વેસ્ટમાં સ્થિત સંસ્થાનમ અભયદાનમ મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમની સંભાળ રાખવામાં આવી રહી છે. જાફરાબાદમાં ખરીદી કરનાર ટીમમાં અમિત જૈન અને સંજય જૈને પણ મોટી ભૂમિકા ભજવી.
આવી રીતે જૂની દિલ્હીના જૈન સમાજના લોકોએ 11 લાખ રૂપિયા એકઠા કર્યા અને 127 બકરાઓના કતલ થતા બચાવ્યા. તેમને ધરમપુરા સ્થિત જૈન મંદિરમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારી સંભાળ લેવામાં આવી રહી છે. તેમને ઘાસચારો ખવડાવવાની સાથે ગરમીથી બચાવવા માટે કૂલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જૂની દિલ્હી નિવાસી સત્ય ભૂષણ જૈને જણાવ્યું કે તેમની સાથેના લોકોએ આ વર્ષે લગભગ 500 બકરીઓ ખરીદી છે, જેમાંથી કેટલીક અહીં રાખવામાં આવી છે અને મોટાભાગનીને બાગપતમાં દયા સંસ્થાન મોકલવામાં આવી છે.
તેઓ કહે છે કે જૈન ધર્મમાં અહિંસા મુખ્ય સંદેશ છે. આપણે જીવો પ્રત્યે દયાળુ બનવું જોઈએ કારણ કે તેમની પાસે પણ જીવ છે. જામા મસ્જિદથી લગભગ 500 મીટર દૂર ચાંદની ચોકમાં મંદિરના પ્રાંગણમાં સેંકડો બકરાઓએ વિવેક જૈનને ઘેરી લીધો હતો. વ્યવસાયે CA એ ઈદ-ઉલ-અઝહાના અવસર પર 124 બકરાઓને કતલ થતા બચાવવા માટે લગભગ 15 લાખ રૂપિયા ભેગા કર્યા હતા.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.