ખબર

કોરોના વાયરસથી દુનિયાને બચાવશે આ 6 વેક્સીન, સમગ્ર દુનિયા માટે થશે વરદાનરૂપ સાબિત

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમ ફેલ્યાયેલો છે અને દુનિયાભરના વૈજ્ઞાનિકો આ વાયરસની દવા શોધવાં લાગી ગયા છે, પરંતુ હજુ સુધી કોઈ દવા મળી નથી, કેટલીક પ્રકારની વેક્સીન, દવા, સોરંગપ્રતિકરક શક્તિ વધારવા માટેના ઉપાયો શોધવામાં આવી રહ્યા છે. વૈજ્ઞાનિકોની કુલ 90 ટિમો આ માટે કાર્યરત છે. અને દરેક ટિમ અલગ અલગ સંશોધન કરી રહી છે. પરંતુ આ બધા સંશોધનમાં માત્ર 6 એવી વેક્સીન છે જે કોરોનાને હરાવી શકે છે, ચાલો જોઈએ એ વેક્સીન કઈ છે અને ક્યાં બની રહી છે તેમજ શું ફાયદો પહોંચાશે.

Image Source

AD5-nCov વેક્સીન:
આ વેક્સિંગ ચીનની કંપની કૈસીનો બાયોલોજીકસ બનાવી રહી છે, તેને 16 માર્ચથી જ તેનું પરીક્ષણ શરૂ કરી દીધું હતું, કૈસીનોની સાથે ચીનના એકેડમી ઓફ મિલેટ્રી મેડિકલ સાયન્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક્નોલોજી પણ કામ કરી રહ્યા છે. આ કંપનીએ કોરોના ઈલાજમાં વાયરસને કાપવા માટે વાયરસનો ઉપયોગ કર્યો છે, ચીન આ એડિનોવયર્સને શરીરમાં દાખલ કરીને કોશિકાઓના એ પ્રોટીનને સક્રિય કરી દે છે જે કોરોના વાયરસથી લડે છે અને તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

Image Source

LV-SMENP-DC વેક્સીન:
આ રસીની શોધ પણ ચીનમાં જ થઇ રહી છે. ચીનના શેંઝોન જિનોઈમ્યુન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક રસી તૈયાર કરવામાં આવી છે જે HIV માટે જવાબદાર લેન્ટીવાયરસ પર આધારિત છે. આ કંપની એ કોશિકાઓને મદદ લે છે જે રોગપ્રતિકારક ક્ષમતાને સક્રિય કરે છે. આ કોશિકાઓ શરીરમાં બાહરી વાયરસના આવતા જ સક્રિય થઇ જાય છે અને તેના ઉપ્પર હુમલો કરી દે છે. તેના  આ હુમલાથી વાયરસ કાંતો મરી જાય છે કાંટો નિષ્ક્રિય થઇ જાય છે.

Image Source

વુહાનમાં પણ બની રહી છે એક વેક્સીન:
આ વાયરસનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવતા વુહાન શહેરમાં પણ એક રસી બાયોલોજીકલ પ્રોડક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી રહી છે આ રસી નિષ્ક્રિય કોરોના વાયરસથી બનાવવાંમાં આવશે, ચીનના વૈજ્ઞાનિકોએ આ નિષ્ક્રિય કોરોના વાયરસના જીન્સમાં એવો બદલાવ કર્યો છે કે હવે તે કોઈ વ્યક્તિને સંક્રમિત નહીં કરી શકે, આ વેક્સીન બનાવવાની એક પારંપરિક વિધિ છે અને મોટાભાગે વેક્સીન એમ જ બને છે.

Image Source

ChAdOx1 વેક્સીન:
યુરોપની ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં આ વેક્સિનને વિકસિત કરવામાં આવી રહી છે. યુરોપ દ્વારા પહેલું ક્લિનિકલ ટ્રાયલ 23 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, અહીંયા પણ વાયરસથી વાયરસને કાપવાની જ તૈયારી ચાલી રહી છે. પરંતી ઓક્સફર્ડ યુનિવર્સીટીએ છિપણજી માટે એક સાધારણ એડેનોવાયરસનો ઉપયોગ કર્યો છે, જેની અંદર કેટલાક જેનેટિક બદલાવ પણ કરવામાં આવ્યા છે. જેના કારણે તે માણસના શરીરમાં જઈને વિપરીત કામ શરૂ ના કરી શકે.

Image Source

mRNA-1273 વેક્સીન:
અમેરિકાના મેસાચ્યુસેટ્સમાં સ્થિત બાયોટેક્નોલોજી કંપની મૉડર્ના થેરાપ્યુટિકસ એવી વેક્સીન બનાવી રહ્યું જે માણસની રોગપ્રતિકારક શક્તિને કોરોના વાયરસ સામે લાદવામાં પ્રશિક્ષિત કરે. આ રસી કોરોના વાયરસને શરીરમાં ફેલાતા રોકશે. તેના માટે મૉડર્નાએ માણસના શરીરમાં એવો સામાન્ય અને કમજોર વાયરસ માણસના શરીરમાં દાખલ કરવાની તૈયારી કરી છેમ જેન કારણે શરીર તેના માટેની રોગપ્રતિકારક શક્તિને વિકસિત કરી લે. પરંતુ મૉડર્નાએ તેના માટે કોરોના વાયરસનો ઉપયોગ નથી કર્યો. તેના માટે વજ્ઞાનિકોએ કોરોનાનો જેનેટિક કોડ તૈયાર કર્યો છે. એનો એક નેનો ભાગ શરીરમાં સોઈ દ્વારા દાખલ કરવામાં આવશે જેના પછી એ કોરોના વાયરસ સામે લડશે.

Image Source

INO-4800 વેક્સીન:
આ રસીની શોધ પણ અમેરિકામાં જ થઇ રહી છે. અમેરિકાના પેન્સિલવેનિયા સ્થિત ફાર્મ કંપની ઇનોવીયો એવી વેક્સીન તૈયાર કરી રહ્યું છે જેમાં દર્દીની કોશિકાઓમાં પ્લાજમીડથી સીધા જ ડીએનએ શરીરની અંદર દાખલ કરશે, તેનાથી દર્દીના શરીરમાં કોરોના વાયરસ સામે લડવાની એન્ટિબોડી બનવા લાગશે, ઇનોવીયો એક જેનેટિક સ્ટ્રક્ચર પર બદલાવ કરવા આ બીમારીને ઠીક કરવા માંગે છે કારણ કે જો શરીરની અંદર જેનેટિકલ આ બીમારીથી લડવાની ક્ષમતા પેદા થઇ ગઈ તો ભવિષ્યમાં ખતરો ક્યારેય નહીં આવે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.