ખબર

આજથી તમારા ખિસ્સાનો ભાર વધવા જઈ રહ્યો છે, બદલાઈ રહ્યા છે આ નિયમો- ધ્યાન નહીં આપો તો મોટું નુકસાન થશે

આજે 1 નવેમ્બર, નવો મહિનો અને નવા નિયમો આજથી લાગુ થવા જઈ રહયા છે. બેંકોથી લઈને CNG ગેસ અને નવી કાર ખરીદવા સુધીના ઘણા નિયમોમાં આજરોજથી બદલાવ થવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા ઉપર પડવા જઈ રહી છે. અમે તમને જણાવીએ કયા કયા નિયમો આજથી બદલાવવાના છે.

Image Source

ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આજથી જ પોતાના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે જેની સીધી અસર તેના ગ્રાહકોને પડવાની છે,એસબીઆઈ એ પોતાના સેવિંગ એકાઉન્ટના ખાતાધારકોને મળતા વ્યાજને ઘટાડવા જઈ રહી છે તો સાથે એક લાખ સુધીની ફિક્સ ડીપોઝીટમાં મળતા વ્યાજમાં પણ 0.25%નો ઘટાડો કર્યો છે. વ્યાજદરોનો આ ઘટાડો આજરોજથી લાગુ કરવામાં આવશે. જેની સીધી અસર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 42 કરોડ ગ્રાહકો ઉપર પડશે.

Image Source

દેશના લાખો વેપારીઓ માટે પણ આજથી નિયમોમાં ફેરફાર થયો છે. આજથી વેપારીઓ માટે ડીઝીટલ પેમેન્ટ લેવું અનિવાર્ય છે. આ સિવાય વેપારી ગ્રાહકો પાસેથી તેમજ પરચુરણ વેપારીઓ પાસેથી આ ડીઝીટલ પેમેન્ટ માટે કોઈ વધારાનો ચાર્જ MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) પણ વસૂલી શકશે નહીં.

Image Source

આજથી મહારાષ્ટ્ર PSU બેંક દ્વારા પણ નવું સમય પત્રક લાગુ કરી દેવામાં આવ્યું છે. મોટાભાગે બેંક ખુલવાનો સમય 10 થી 5 હોય છે પણ મહારાષ્ટ્રમાં બેંક ગ્રાહકની સુવિધાને લઈને 9 થી 4 અને અને 9 થી 3 ના સમય ગાળા દરમિયાન ખુલ્લી રહેશે.

Image Source

આજથી CNG અને PNG ગેસના ભાવ પણ બદલાવવાની સંભાવના છે. જો ગેસના ભાવ ઘટશે તો સામાન્ય માણસ માટે રાહતના સમાચાર હશે પરંતુ જો ગેસના ભાવમાં વધારો થયો તો સામાન્ય માણસના ખિસ્સાનો ભાર વધી શકે છે.

Image Source

ગયા વર્ષે 1 ઓક્ટોમ્બરના રોજ LPG (રાંધણ) ગેસના સિલેન્ડરના ભાવમાં પણ વધારો થયો હતો. સતત બીજા મહિને પણ 15 રૂપિયા વધારો થયો હતો આ વર્ષે પણ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઘટાડો થઇ શકે છે.

Image Source

નવી ગાડી લેવાનું જો તમે આ મહિને વિચારતા હોય તો પણ આ મહિને તમારા ખિસ્સાનો ભાર વધી શકે છે. આ મહિનાથી નવી ગાડી ખરીદવા ઉપર મળતું વધારાનું ડિસ્કાઉન્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મારુતિ સુઝીકીના માર્કેટિંગ તેમજ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે કહ્યું હતું કે :”બજારને ફરીથી જીવંત કરવા માટે તેમણે પ્રયાસ કર્યો હતો, પરંતુ આવું હંમેશા ન થઈ શકે. આથી હવેથી આવી છૂટ ઓછી થવાની સંભાવના છે.”

Image Source

તો આ નવા નિયમોના કારણે તમારા ખિસ્સાનો ભાર વધી શકે છે

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.