ખબર

‘પેટ કરાવે વેઠ’ આ કહેવત જેને પણ કહી છે તે બિલકુલ સાચી છે, એક બાળકીને મંદિરની દાનપેટીમાંથી કરી ચોરી- કારણ જાણીને આંખ છલકાઈ જશે

ઘરમાં નાના ભાઈ- બહેન ભૂખથી ટળવળી રહ્યા હોય ત્યારે 12 વર્ષની બાળકીને કંઈ સમજાઈ રહ્યું ના હું કે તેને શું કરવું ? ત્યારે તેને મંદિર જોવા મળે છે. એ બાળકી વિચારે છે કે મંદિરમાં જવાથી બધા લોકોની તકલીફ દૂર થાય છે, જે લોકો તેની મનોકામના માંગવા જાય છે તે પૂર્ણ થાય છે.

ભૂખથી તડપી રહેલા નાના ભાઈ-બહેનના પેટ ભરવા માટે મંદિરમાં પહોંચી જાય છે. તે ભગવાન પાસે કંઈ જ નથી માંગતી પરંતુ ભગવાનને જે પૈસા ચડાવ્યા હોય છે તેમાંથી તેનો હિસ્સો કાઢી લે છે. એટલે કે, આ બાળકી દાનપેટીમાંથી થોડા પૈસા કાઢી લે છે. કારણકે આ પૈસાથી તે તેના ભાઈ-બહેનોનું પેટ ભરવા માંગતી હતી. પરંતુ આ બાળકી જે કરે છે તે દુનિયાની નજરમાં ચોરી છે. આ બાળકીની આ ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે.

Image Source

મંદિર કમિટીએ આ સીસીટીવીના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ તપાસ કરીને બાળકીને ચોરીની આરોપી બનાવે છે. આ બાળકીને પોલીસ કસ્ટીડીમાં રાખીને બાળ સુધારગૃહમાં મોકલી દેવામાં આવે છે. આ ઘટનામાં દુઃખદ વાત તો એ છે કે, આ પહેલા પણ આ મંદિરમાં ચોરીની ઘટના બની હતી. પરંતુ તેના ચોરો પકડમાંથી દૂર રહ્યા છે. તો ત્યારે આ બાળકીને એક વાર પૂછીને ચોરી કરવાનું કારણ જાણ્યું હો તો આજે આ બાળકીને બાલ સુરક્ષા ગૃહમાં જવાની નોબત ના આવી હોત.’
મધ્યપ્રદેશના સાગર જિલ્લાના તહસીલના ટિકિટોરિયા મંદિરમાં 250રૂપિયાની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ચોરીની આરોપી માસુમ બાળકી હતી. જેને તેના 8 વર્ષના ભાઈ અને 6 વર્ષની બહેનનું પેટ ભરવા માટે આ મંદિરમાંથી ચોરી કરી હતી. આ બાળકીને હાલ બાલસુધારગૃહમાં મોકલી આપવામાં આવી છે. આ બાળકી બાલ સુધાર ગૃહમાં જવાથી તેના નાના-ભાઈ બહેન નિરાશ થઇ ગયા છે. આ ત્રણેય ભાઈ-બહેન પરથી માતાનો પડછાયો પણ નથી રહ્યો.

Image Source

ત્યારે આ બાળકીની આંખમાંથી જ નાના ભાઈ-બહેનને મમતા દેખતી હતી. આ બાળકીની પુકપરછમાં તેને સ્વીકરી લીધું હતું કે, તેના મંદિરમાંથી 250 રૂપિયાની ચોરી કરી છે. જેમાં 1 સોની નોટ અને ૧ પચાસની નોટ અને બાકીના સિક્કા હતા. આ બાદ જયારે તેના પતિએ આ બાળકીનું સ્કૂબેગ જોયું તો તેમાંથી 70 રૂપિયા મળ્યા હતા. 180 રૂપિયાના 10 કિલો ઘઉં લઇ આવી હતી.
આ બાબતે બાળકીના પિતાએ કહ્યું હતું કે, થોડા દિવસ પહેલા આ બાળકી ઘંટીમાં 10 કિલો ઘઉં દળાવવા માટે ગઈ હતી. પરંતુ ઘંટીવાળાએ આ બાળકીને એમ કહ્યું હતું કે તેના ઘઉં ખોવાઈ ગયા છે. આ સાંભળીને આ બાળકી ડરી ગઈ હતી. તેથી તેને મંદિરમાંથી ચોરી કરી હતી.

Image Source

બાળકીના પિતાએ આ મુદ્દે કહ્યું હતું કે, તેની માતાનું ત્રણ વર્ષ પહેલા જ નિધન થયું હતું. હું મજૂરી કામ કરું છું. ઘણીવાર કામના મળવાને કારણે પરેશાની વધી જાય છે, અમને સરકાર તરફથી કોઈ રાશન પણ નથી મળતું. અમે બીપીએલ કાર્ડ કઢાવવાની કોશિશ કરી તો તેનું પિન્કી પરિણામ આવ્યું ના હતું.

Image Source

આ બાળકીના બાલસુરક્ષા ગૃહમાં જવાની ખબર મીડિયામાં કર્યાનો વિષય બની ગઈ હતી. મીડિયામાં ખબર આવી તો,જવાબદાર લોકોને તેને ભૂલનો અહેસાસ થયો હતો. બાળકીની જમાનત લઇ લીધી હતી. અનુરાગ પાંડેએ કહ્યું હતું કે, બાળકીની માતા નથી. ઘરની હાલત બહુજ ખરાબ છે. તેના કારણે જ તેને અણગમ ઉઠાવ્યું છે. બાળકીના ઘરે પરત ફર્યા બાદતેના ઘરની આર્થિક સ્થિતિને જોતા તેનો ભણવાનો ખર્ચ કહું મારા વેતનમાંથી આપીશ.

આ વાતની જાણકારી કમલનાથને પહોંચી હતી ત્યારે તેને પણ ટ્વીટ કરી મદદનું એલાન કર્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.