મહિલા ટીચરે 13 વર્ષના વિદ્યાર્થી સાથે જબરદસ્તીથી લગ્ન કર્યા, સુહાગરાતે બની ગઈ વિધવા, મગજ ફેરવી દે એવી ઘટના સામે આવી
ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર મહિલાઓ અને યુવતિઓ પર અત્યાચાર અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ હાલ જે કિસ્સો સામે આવ્યો તે વિચિત્ર છે, જ્યાં એક મહિલા ટ્યુશન ટીચરે તેના જ 13 વર્ષના વિદ્યાર્થી સાથે લગ્ન કરી લીધા. આ લગ્ન ટીચરની કુંડળીના ‘માંગલિક દોષ’ દૂર કરવા માટે કરવામાં આવ્યા હતા. આરોપ છે કે આ માટે ટીચરના પરિવારે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું અને છોકરાને ટ્યુશન આપવાના નામે તેને એક અઠવાડિયા સુધી ઘરમાં બંધક પણ રાખ્યો હતો. મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બાળક તેના ઘરે પહોંચ્યો અને પરિવારજનોને આપવીતી જણાવી.(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
ટીચરના પરિવારજનો પણ એ વાતથી ચિંતિત હતા કે તેની કુંડળીમાં માંગલિક દોષ છે જેના કારણે તેના લગ્ન નિશ્ચિત નથી થઈ રહ્યા. પંડિતે ટીચરના પરિવારજનોને સૂચન કર્યું કે માંગલિક દોષને નાબૂદ કરવા માટે, તેના નાની ઉંમરના છોકરા સાથે લગ્ન કરાવવા જોઈએ. આ પછી, જ્યારે સગીર વરની શોધ શરૂ થઈ, ત્યારે ટીચરના પરિવારના સભ્યોની નજર 13 વર્ષના કિશોર પર પડી, જે મહિલા ટીચર પાસે ટ્યુશન માટે જતો હતો.
ટીચરે બાળકના પરિવારને કહ્યું કે તેણે ટ્યુશન માટે એક અઠવાડિયા સુધી તેમના ઘરે રહેવું પડશે. છોકરાના પરિવારના સભ્યો સંમત થયા. બાદમાં જ્યારે છોકરાએ ઘરે આવીને આખી વાત કહી તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમણે તરત જ બસ્તી બાવા ખેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસને આપેલી ફરિયાદમાં એવું જણાવવામાં આવ્યું છે કે ટીચરના પરિવારજનોએ ટીચરના બળજબરીથી તેમના છોકરા સાથે લગ્ન કરાવ્યા અને આ દરમિયાન હલ્દી, મહેંદી સહિત લગ્નની વિધિઓ કરવામાં આવી હતી.
હનીમૂન પણ કરવામાં આવ્યું હતું. બાદમાં ટીચરને વિધવા જાહેર કરવામાં આવી હતી અને પરિવારજનોએ આ દરમિયાન શોકસભાનું પણ આયોજન કર્યું હતું. છોકરાના પરિવારજનોનો આરોપ છે કે જ્યારે તેને ટીચરના ઘરમાં એક સપ્તાહ સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યો ત્યારે તેને ઘરના ઘણા કામ પણ કરાવવામાં આવ્યા. જેવી ટીચરને ખબર પડી કે છોકરાના પરિવારના સભ્યો પોલીસ પાસે પહોંચ્યા છે, તે પણ ત્યાં પહોંચી ગઈ અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો.
કહેવાય છે કે મહિલા ટીચર અને તેના પરિવારના સભ્યોના દબાણમાં છોકરાના પરિવારે બાદમાં પોલીસને આપેલી ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. જો કે આ મામલાને ગંભીરતાથી લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલો પોલીસના ધ્યાન હેઠળ છે અને મામલાની તપાસ ચાલી રહી છે, કારણ કે લગ્ન વિધિપૂર્વક થવા જોઈએ, પરંતુ સગીર સાથે લગ્ન કરવા ગેરકાયદેસર છે. આ ઘટના જલંધરના બસ્તા બાવા ખેલ વિસ્તારની છે.