જ્યોતિષ શાસ્ત્ર

હથેળી પર આવી સૂર્યરેખા બદલી શકે છે તમારું ભાગ્ય, જાણો ક્યાં હોય છે આ રેખા

હથેળી પર બનેલી ઘણી રેખાઓ અને નિશાનો પરથી કોઈપણ વ્યક્તિના આયુષ્ય, રોજગાર, લગ્ન, ધન-દૌલત અને સંતાન સુખ વિશેની જાણકારી મેળવી શકાય છે.હસ્તરેખા જ્યોતિષના માધ્યમથી હથેળીઓ પર એવા ઘણા નિશાન હોય છે જેને ખુબ જ શુભ માનવામાં આવે છે.આજ રેખાઓમાંની એક સૂર્ય રેખા પણ છે.

Image Source

જણાવી દઈએ કે સૂર્યરેખા રિંગ ફિંગર(અનામિકા,ત્રીજી આંગળી)ના નીચેના ભાગ પર આવેલી હોય છે.હથેળીનો આ ભાગ સૂર્ય પર્વત તરીકે ઓળખવામાં આવે છે.સૂર્ય પર્વત પર જે સીધી રેખા હોય છે, તેને સૂર્ય રેખા કહેવામાં આવે છે.આ રેખા સૂર્ય પર્વતથી હથેળીની નીચેના ભાગ મણિબંધ કે જીવન રેખાની વચ્ચે રહે છે.એવામાં હસ્તરેખા શાસ્ત્રના અનુસાર આજે અમે તમને સૂર્ય રેખા સાથે જોડાયેલી અમુક બાબતો વિશે જણાવીશું.

Image Source

1.જો કોઈની હથેળીમાં સૂર્યરેખા જીવનરેખાથી નીકળીને અનામિકા આંગળી તરફ જાય છે તો તે વ્યક્તિને ખુબ જ ભાગ્યશાળી બનાવે છે.આવા લોકો જીવનમાં દરેક સુખ અને સુવિધાઓની સાથે સાથે માન-સન્માન પણ મેળવે છે.

Image Source

2.જો સૂર્યરેખાની સાથે મષ્તિસ્ક રેખા પણ બનેલી હોય તો તે ખુબ જ ફળદાઈ માનવામાં આવે છે.આવા લોકો ખુબ ધનવાન હોય છે અને તેઓ દરેક કામોમાં સફળતા મેળવે છે.

3.જેના હાથોમાં સૂર્યરેખા બૃહસ્પતિ પર્વત સુધી જાય છે અને સૂર્ય રેખાના અંતમાં જો કોઈ તારાનું નિશાન બનેલું હોય તો આવા વ્યક્તિ ખુબ મોટા અધિકારી બને છે અને હંમેશા સુખી રહે છે.

Image Source

4.જો કોઈ વ્યક્તિની હથેળીમાં સૂર્યપર્વત પર સૂર્ય રેખા પુરી રીતે બનેલી ન હોય તો આવા વ્યક્તિઓને સફળતા મળવામાં ખુબ વાર લાગે છે.

5.જો હથેળીમાં સૂર્ય પર્વત પર પહોંચીને સૂર્ય રેખાંની એક શાખા શનિ પર્વત(વચ્ચેની આંગળીનો નીચેનો ભાગ)ના તરફ જાય છે અને એક શાખા બુધ પર્વત(છેલ્લી આંગળીનો નીચેનો ભાગ)સુધી જાય છે તો આવો વ્યક્તિ ખુબ જ બુદ્ધિમાન હોય છે.

Image Source

6.સૂર્ય રેખા જો અન્ય રેખાઓથી કપાયેલી હોય કે તૂટેલી હોય તો તેનો શુભ પ્રભાવ ઓછો થઇ જાય છે.

7.જો કોઈ વ્યક્તિના હાથમાં સૂર્ય રેખાની સાથે સાથે એક કે એકથી વધારે સમાંતર રેખાઓ ચાલી રહી છે તો તે સૂર્ય રેખાના પ્રભાવને અનેક ગણું વધારી દે છે.આ પ્રકારની રેખાઓનું હોવું વ્યક્તિ સમાજમાં પ્રસિદ્ધિ મેળવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks