સુરતમાં સગા દિયરે જ વિધવા ભાભીને લગ્નની લાલચ આપીને બાંધ્યા સંબંધો, બે વાર ગર્ભવતી બની ભાભી, પછી દિયરે કર્યું એવું કે…

સુરતમાં દિયરે વિધવા ભાભી સાથે વારંવાર સંબંધ બાંધ્યા, પછી કર્યો આ મોટો કાંડ

સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ આપણી આસપાસ રોજ બરોજ બનતી હોય છે. ત્યારે આવી હ એક ઘટના સુરતના લીબાયતમાંથી સામે આવી છે, જ્યાં દિયરે પોતાની વિધવા ભાભીને લગ્નની લાલચ આપી અને સંબંધો બાંધ્યા બાદ ભાભી સાથે જે કર્યું તે ખરેખર ખુબ જ દયનિય હતું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

પ્રાપ્ત માહતી અનુસાર સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસેની એક સોસાયટીમાં રહેતી મહિલાના પતિનું નિધન વર્ષ 2015માં થઇ ગયું હતું. આ મહિલાને 6 બાળકો હતા. ત્યારે 2018માં તે જ્યારે તે મહિલા રસોડામાં કામ કરી રહી હતી તે દરમિયાન જ તેના દિયરે તેને પાછળથી પકડી અને અડપલાં કર્યા હતા.

ત્યારે આ મહિલાએ વિરોધ કરતા તેના દિયરને આ વાત પરિવારમાં જણાવી દેવાનું કહ્યું હતું. જેના બાદ તેના સાસુએ દિયર સાથે જ લગ્ન કરવાનું કહીને મામલો થાળે પડ્યો હતો. તેના થોડા જ દિવસ બાદ જ્યારે ભાભી ધાબા ઉપર સુઈ રહી હતી ત્યારે પણ દિયરે આવી અને બળજબરીથી તેની સાથે સંબંધો પણ બાંધ્યા હતા.

દિયર દ્વારા પણ ભાભી સાથે લગ્ન કરવાની લાલચ આપીને તે અવાર નવાર ભાભી સાથે સંબંધો બનાવતો હતો જેના દ્વારા ભાભી બે વાર ગર્ભવતી પણ બની હતી. દિયરે નજીકના ક્લિનિકમાં લઇ જઈને ભાભીનું ગર્ભપાત પણ કરાવ્યું હતું.

પરંતુ થોડા સમય બાદ જ દિયર દ્વારા ભાભીને ત્યજીને કોઈ અન્ય યુવતી સાથે લગ્ન કરવા માટેની દિયરે તૈયારીઓ કરતા ભાભીને તેની સાથે છેતરામણી થયાનો અનુભવ થયો હતો, જેના બાદ વિધવા ભાભીએ તેના દિયર વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ દ્વારા આ મામલામાં બળાત્કારની ફરિયાદ નોંઘી અને આરોપી દિયરની ધરપકડ કર્યા બાદ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Niraj Patel