શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દાન કરવું ખુબ જ શુભ હોય છે. જો કે અમુક વસ્તુઓ એવી પણ છે જેને દાન કરવું હાનિકારક સાબિત થઇ શકે છે. આ વસ્તુઓને દાનમાં આપવાથી તમારા ઘરેથી ધન-સંપત્તિ ઓછી થઇ જાય છે. ખાસ કરીને સૂર્યાસ્ત પછી આ વસ્તુઓ ક્યારેય કોઈને દાન કરવી જોઈએ નહિ.

શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે આ વસ્તુઓને દાનમાં આપવાથી ઘરમાં આર્થિક સમસ્યા સિવાય અન્ય પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
1. લક્ષ્મીજીને પ્રવેશના સમયે વિદાઈ ન આપો:

ધનનો સંબંધ લક્ષ્મીજી સાથે જણાવવામાં આવ્યો છે. મોટાભાગે લોકો સાંજના સમયે ઘરનો દરવાજો ખુલ્લો રાખે છે. માન્યતાઓના આધારે લક્ષ્મીજી સાંજના સમયે જ ઘરમાં પ્રવેશ કરે છે. જો તમે આ સમયે કોઈને પણ ધન આપો છો તો જાણતા-અજાણાતા તમે લક્ષ્મીજીને તમારા ઘરેથી વિદાઈ આપી રહ્યા છો.
2. દૂધ દાન કરવાથી લક્ષ્મી-નારાયણ થઇ જાય છે નારાજ:

ચન્દ્રમા અને સૂર્ય બંન્નેનો સંબંધ દૂધ સાથે માનવામાં આવ્યો છે. લક્ષ્મીજી અને વિષ્ણુજીની સાથે દૂધનો સંબંધ પ્રાચીન સમયથી માનવામાં આવ્યો છે. માનવામાં આવ્યું છે કે સાંજના સમયે દૂધ દાનમાં આપવાથી ઘરની બરકત પણ ચાલી જાય છે.
3. દહીં દાનમાં આપવાથી સુખ-સમૃદ્ધિમાં આવે છે ખામી:

જ્યોતિશશાસ્ત્રના આધારે કહેવામાં આવ્યું છે કે શુક્રનો સંબંધ દહીં સાથે છે. દહીં સુખ અને વૈભવ આપનારું માનવામાં આવે છે, માટે કહેવામાં આવે છે કે દહીં કોઈને સૂર્યાસ્તના સમયે આપવું ન જોઈએ. આવું કરવાથી જીવનમાં સુખ અને વૈભવની ખામી આવી જાય છે.
4. હળદરનું દાન:

માન્યતાઓના આધારે જે લોકોનો ગુરુ બળવાન અને શુભ હોય છે તેઓએ ગુરુવારના દિવસે હળદરનું દાન કરવું જોઈએ નહિ ખાસ કરીને સાંજના સમયે. એવામાં હળદરનું દાન કરવાથી ગુરુ કમજોર થઇ જાય છે અને સાથે જ ધન અને વૈભવમાં પણ ખામી આવી જાય છે.
5. લસણ-ડુંગળી:

કેતુ ગ્રહનો લસણ-ડુંગળી સાથે સંબંધ માનવામાં આવ્યો છે. ઉપરની તાકાતોના સ્વામી કેતુ ગ્રહને માનવામાં આવેલો છે. આજ કારણને લીધે સૂર્યાસ્તના પછી લસણ-ડુંગળી આપવું અશુભ માનવામાં આવ્યું છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.