ફિલ્મી દુનિયા

મહેશ ભટ્ટની ઓફિસમાં કામ કરતી એક સ્ત્રીએ હોંશ ઉડાવનારો ખુલાસો, કહ્યું- રિયા હંમેશા ભટ્ટ સાહેબ પાસે….

જ્યારથી સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે ત્યારથી તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું નામ પણ ચર્ચામાં આવી ગયું છે. સુશાંતના નિધન પછી પોલિસે રિયા સાથે 6 કલાક સુધી પૂછતાછ કરી હતી. આવનારી 1 જુલાઈના રોજ રીયાનો જન્મદિસવ છે, આ ખાસ મૌકા પર આજે અમે તમને રિયાના જીવન વિશેની અમુક ખાસ વાતો જણાવીશું.

રિયાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2009 માં એમટીવી રિયાલિટી શો ટીવીએસ સ્કૂટી Teen Diva થી કરી હતી. તે આ શો ની વિજેતા તો ન બની શકી પણ રનરઅપ બની હતી. તેના પછી તે એમટીવી ના ઘણા શો ને હોસ્ટ કરતી જોવા મળી હતી.

Image Source

જેના પછી રિયાએ ‘બેન્ડ બાજા બારાત’ માટે ઓડીશન આપ્યું હતું પણ તેને રિજેક્ટ કરવામાં આવી હતી જેના પછી ફિલ્મમાં અભિનેત્રીનો રોલ અનુષ્કા શર્માને મળ્યો હતો. રિયા આયુષ્માન ખુરાનાની સાથે મ્યુઝિક આલ્બમ ‘ઓયે હીરીયે’ માં પણ જોવા મળી હતી.

Image Source

રિયાએ બોલીવુડમાં ફિલ્મ ‘મેરે ડેડ કી મારુતિ’થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. વર્ષ 2012 માં તેણે તેલુગુ ફિલ્મ તુનેગા-તુનેગા દ્વારા ડેબ્યુ કર્યું હતું. જેના પછી તે હિન્દી ફિલ્મમાં સોનાલી કેબલ માં જોવા મળી હતી. જો કે રિયા હજી પણ બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે.

Image Source

રિયા મહેશ ભટ્ટની ફિલ્મ ‘જલેબી’થી ચર્ચામાં આવી હતી. તેની પહેલા તે સોનાલી કેબલ, બેન્ક ચોર જેવી ફિલ્મો પણ જોવા મળી ચુકી છે. સુશાંત અને રિયાના રિલેશનની ખબરો સામે આવી હતી જેને લીધે નિધન પછી રિયાની પૂછતાછ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે રિયાનું નામ એક સમયે આદિત્ય રૉય કપૂર સાથે પણ જોડાયું હતું.

સુશાંતસિંહ રાજપૂતનાં નિધન બાદ અનેકવિધ અટકળો ઉભી થઇ છે. સુશાંત લાંબા સમયથી ડિપ્રેશન જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો. ઉપરાંત તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે અણબનાવ થયાના સમાચાર પણ મળ્યા છે. સુશાંતના મોત પછી રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. મુકેશ ભટ્ટે હાલમાં જ બધાને એમ કહીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે, થોડા સમય પહેલા સુશાંતને મળ્યા હતા. તે સમયે સુશાંતની માનસિક સ્થિતિ સારી ના હતી. અને તેમણે આ વિશે મહેશ ભટ્ટ સાથે પણ વાત કરી હતી. આ બધાની વચ્ચે મહેશ ભટ્ટની ઓફિસમાં કામ કરનારી સુહરિતા દાસે ફેસબુક પર પોસ્ટ લખીને રિયા ચક્રવર્તીને લગતા અનેક ઘટસ્ફોટ કર્યા છે.

સુહરિતા દાસના ફેસબુક બાયો મુજબ તે મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની પ્રોડક્શન કંપની સ્પેશિયલ ફિલ્મ્સમાં કામ કરે છે. 14 જૂને સુહરીતાએ ફેસબુક પર લાંબી લચક પોસ્ટ લખી હતી જે હવે વાયરલ થઈ રહી છે જેમાં તેણે લખ્યું છે કે રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂત વિશે મહેશ ભટ્ટની સલાહ લેતી હતી.

સુહરિતાએ લખ્યું છે કે ‘પ્રિય રિયા, આખી દુનિયા સુશાંત સિંહ રાજપૂતને શોક આપી રહી છે. હું તમારા માટે પ્રાર્થના કરીશ કે તમે મજબૂત અને દ્રઢ બનીનને આ શોકમાંથી બહાર નીકળો.તમે સુશાંતને સાથે રાખવા અને સાજા થવા માટે અશક્ય પ્રયાસ કરતા હતા. એક માતા અને દેશના નાગરિક તરીકે મારી નૈતિક ફરજ છે કે તે ફરી એકવાર બધાને યાદ કરાવું કે હતાશા વિનાશકારી છે. તબીબી વિજ્ઞાનમાં ડિપ્રેશનનું કોઈ સમાધાન નથી.

સુહરિતાએ વધુમાં લખ્યું હતું કે, તમે દરેક વખતે ભટ્ટ સાહેબની સલાહ લેવા ઓફિસ આવતા હતા. તેની સાથે વાત કરતા હતા. આ દરમિયાન મેં તમારા સંઘર્ષને જોયો છે. સુશાંતના ટેરેસની સાંજ ભૂલી જવાનું અશક્ય છે. લગભગ લાગ્યું કેઠીક છે પરંતુ તે દૂર જઈ રહ્યો હતો. મહેશ સરે આ જોઈ લીધું હતું અને આ જ કારણ છે કે તેને માસ્ટર યુજીની ચેતવણી આપી પરવીન બાબી વિશે કહ્યું હતું. તેઓએ કહ્યું, ‘દૂર ચાલ્યા જાવ અથવા તમને સાથે લઇ જશે. તમે તમારુઁ બધું આપ્યું અને આટલું જ નહીં વધારે જ કર્યું.

જણાવી દઈએ કે, સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. હજુ સુધી 25થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં સુશાંત સિંહ રાજપૂતની નજીકની મિત્ર અને અભિનેત્રી રિયા ચક્રવર્તી, રોહિણી અય્યર, સુશાંતના મેનેજર, ક્રિએટિવ મેનેજર અને અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.