ખબર

અમદાવાદમાં સ્પામાં કામ કરતી યુવતિનો ઉતારી લીધો વીડિયો, પછી વારંવાર બીભત્સ કામો કરતો, ચોંકાવનારું થયું આગળ

અમદાવાદ ગોમતીપુરમાં યુવક સ્પા વાળી યુવતીને લઇ ગયો ગેસ્ટ હાઉસમાં, એવા એવા ખરાબ કામો કાર્ય કે ભરાઈ ગયો-જાણો વિગત

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મની ઘટના સામે આવતી રહે છે. જેમાં કેટલીકવાર લગ્નની લાલચે તો કેટલીકવાર નોકરીની લાલચે પણ ફસાવી ખરાબ કામ કરવામાં આવતુ હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં કેટલાક આરોપીઓએ યુવતી સાથે સંબંધ બાદ ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત યુવતી સાથે સંબંધનો વીડિયો પણ વાયરલ કરવાની ધમકી આપી હતી. આ બાબતે યુવતીએ પોલિસમાં ફરિયાદ કરતા વસ્ત્રાપુર પોલિસે ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

અમદાવાદના વસ્ત્રાપુરમાં એક સ્પામાં નોકરી કરતી પીડિતાને ગેસ્ટહાઉસમાં લઈ જઈ સુખ માણનાર યુવાને અંગત પળનો વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો અને સુખ માણતો હતો. આ ઉપરાંત તે પૈસા પણ પડાવતો હતો. જો કે યુવાન રૂ.5.50 લાખની માગ કરી હેરાન કરતો હોવાથી મહિલાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલિસે ગોમતીપુરમાં રહેતા નાસીર હુસેન સલીમ મહંમદ ઘાંચી ઉર્ફે સમીર પ્રજાપતિ સહિત બીજા અન્ય વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.

સમીર અવારનવાર વસ્ત્રાપુરમાં આવેલા એક સ્પામાં જતો અને ત્યાં તેની મુલાકાત પીડિતા સાથે થઇ હતી. નાસીર હુસેન તે મહિલાને ઘણીવાર નજીકમાં આવેલ ગેસ્ટ હાઉસમાં લઈ જતો અને તેની સાથે સુખ માણતો. ત્યારે આ દરમિયાન આરોપી નાસીરે બંનેના અંગત પળના ફોટો-વીડિયો ઉતારી લીધા હતા, જે આધારે તે પીડિતાને બ્લેકમેલ કરીને સુખ માણતો હતો અમે તેની પાસેથી પૈસા પડાવતો હતો. આરોપી સમીર પ્રજાપતિએ ત્રણ વાર સંબંધ બાંધી વીડિયો ઉતારી યુવતીનું આધાર કાર્ડ મેળવી ધમકીઓ આપી હતી.

તે ઉપરાંત યુવતીના ડોક્યુમેન્ટ પર ભાડા કરારથી આનંદ નગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં મકાન ભાડે રાખી તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધી નિકાહ કરી ધર્મપરિવર્તન કરવાનું કહી અન્ય આરોપીને ફ્લેટ ખાતે બોલાવી અન્ય આરોપીએ પણ યુવતી સાથે સંબંધ બાંધી તમામ આરોપીઓએ અવારનવાર સતત ફોન કરી પૈસા નહીં આપે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સમીર પ્રજાપતિ ઉર્ફે નાસિર હુસેન ઘાંચી, રૂપા રાણા, હિરલ રાણા, વિજય રાણા તથા અન્ય બે લોકો સામે કેટલીક કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.