ખબર

શું ભારતમાં હજી આવશે કોરોનાની બીજી કેટલીક લહેર ? જાણો WHOના ચીફે કર્યો ધડાકો

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ આવી કેટલીક લહેર આવવાની ચેતવણી આપી છે. WHOએ કહ્યુ કે, બધુ જ એ વાત પર નિર્ભર કરશે કે કેટલી વસ્તી વેક્સિનેટ થઇ ચૂકી છે.

WHOના પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યુ, દેશના કેટલાક હિસ્સા એવા છે જયાં સંક્રમણ પીક પર પહોંચ્યુ નથી અને ત્યાં કેસ પણ વધી રહ્યા છે. સ્વામીનાથને રાષ્ટ્રીય સ્તર પર ઊંચી સકારાત્મકતા દર પર પણ ચિંતા જતાવતા કહ્યુ કે, આ એ વાતનો સંકેત છે કે હજી હાલાત વધુ ખરાબ થઇ શકે છે.

ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે, કોરોના સામે જંગમાં આગળના 6-18 મહિના ભારત માટે મહત્વપૂર્ણ છે. આ દિવસો દરમિયાન તેના ટીકાકરણ અભિયાનની રફતાર વધારીને લોકોને આ વાયરસથી સુરક્ષિત કરવા પડશે. જો બધુ ઠીક રહ્યુ તો આ વર્ષના અંત સુધીમાં કોરોના કેસમાં ઘટાડો આવવાનુ શરૂ થઇ જશે.