મનોરંજન

કેન્સરના ઈલાજ પછી સોનાલી બેન્દ્રેએ જણાવ્યું કે ઈલાજ કરાવતા સમયે એ શું વિચારતા હતા – આખરે થયો ખુલાસો

બોલિવૂડની સુંદર અભિનેત્રી સોનાલી બેન્દ્રે આજે સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે. લાંબા સમયથી કેન્સરની બીમારીને કારણે તેઓ ચર્ચામાં છે અને અમુક મહિનાઓ પહેલા જ તેઓ પોતાના કેન્સરની સારવાર કરાવીને ભારત પરત આવી છે. લાંબા સમયથી તેમની સારવાર અમેરિકામાં ચાલી રહી હતી.

Image Source

જે રીતે સોનાલીએ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડીને ખુદને બહાર કાઢી એ ખૂબ જ વખાણવા લાયક છે. પરંતુ આ બીમારી દરમ્યાન સોનાલીએ પોતાના વાળ ગુમાવ્યા અને કેન્સર સામે લડી એ આખા અનુભવને તેમને એક મેગેઝીન માટે શૂટ અને ઇન્ટરવ્યૂ દરમ્યાન શેર કર્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં સોનાલીએ જણાવ્યું કે એ ક્ષણ તેમના માટે કેવી હતી અને તેમને કઈ રીતે આ ક્ષણનો સામનો કર્યો હતો. તેમને જયારે ખબર પડી કે તેમને વાળ કઢાવવા પડશે તો એ ક્ષણ કેટલી વિચિત્ર હતી. તેઓ વાળની જ પ્રોડ્કટ્સને એન્ડોર્સ કરતા હતા.

Image Source

સોનાલીએ પોતાના મિત્રો સાથે આ વાત કરી અને તેમના મિત્રોએ તેમનો સાથ આપ્યો અને કેટલાક મિત્રોએ તો વિગ પહેરવાની સલાહ પણ આપી હતી. જેને સોનાલીએ અવગણી હતી. સોનાલીએ કહ્યું હતું કે જે જેવું છે એને એવું જ સ્વીકારવામાં તે માને છે. આ જ કારણ હતું કે તેઓએ વિગ પહેરવાને બદલે વાળ વિનાના લૂકને પસંદ કર્યું હતું.

Image Source

મેગેઝીન માટે ફોટોશૂટ કરાવતા તેમને પોતાના કેન્સરના દિવસોને યાદ કરીને કહ્યું હતું કે કોઈક રીતે તેમને જીવવાની અને ઠીક થવાની આશા છોડી ન હતી. સોનાલીએ કહ્યું, ‘મને સર્જરી અને કિમોથેરાપી કરાવતા સમયે ઘણી તકલીફ થઇ હતી, પરંતુ મરવાનો વિચાર મારા મનમાં ક્યારેય આવ્યો ન હતો. મને ખબર હતી કે ઘણો સંઘર્ષ કરવો પડશે, પણ ક્યારેય વિચાર્યું નહિ કે હું મરી જઈશ.’

સોનાલીએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડ્યો શેર કરતા લખ્યું હતું, ‘મને નાના વાળ સાથે રહેવામાં થોડો સમય લાગ્યો પણ હવે જયારે આ સેટ થઇ ગયા છે, તો મેં ક્યારેય પાછું વળીને નથી જોયું. મેં ઘણા મહિનાઓથી મારા વાળ ટ્રીમ કર્યા ન હતા, તો મેગેઝીનના શૂટ સમયે મને મારા વાળ ટ્રિમ કરવાનું કહેવામાં આવ્યું તો મેં એ સમયે વિચાર્યું કે સાચે મારે આવું કરવું જોઈએ? હું કોઈ પણ પ્રતિક્રિયા આપું એ પહેલા જે તેઓએ મારા વાળ ટ્રિમ કરવાનું શરુ કરી દીધું હતું અને હું પોતાની હસી રોકી શકતી ન હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું પોતાના જીવનમાં આ રીતનું મેકઓવર કરાવીશ. પરંતુ મને લાગે છે કે કદાચ આ જ જીવન છે.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks