અભિનેતા સુશાંત સિંહના આત્મહત્યા માં યશરાજ ફિલ્મ્સના ત્રણે ફિલ્મોના રારની જાંચ હજી ચાલી રહી છે કે મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની કંપની સાથે ત્રણ ફિલ્મોનો કરાર કરનારી અભિનેત્રી સોનલ ચૌહાણે પણ વર્ષો પછી પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.

સોનલનું કહેવું છે કે એક દમદાર કલાકારને છોડીને જો તેના ભાગનું કામ કોઈ એવા વ્યક્તિને આપવામાં આવે જે તેના લાયક નથી, તો તે કોઈપણ કલાકારનું મનોબળ પછાડવાનું કામ છે.

સુશાંતના આત્મહત્યા કરી લીધા પછી ફિલ્મ ઇન્સ્ટ્રીમાં વંશવાદ અને નેપોટિઝમના મુદ્દાઓ પર ચાલતી ચળવળમાં પોતાનું મંતવ્ય આપવામાં એક અન્ય અભિનેત્રી સોનલ ચૌહાણનું નામ પણ જોડાઈ ગયું છે. તેણે કહ્યું કે એક દમદાર કલાકારને પરેશાન કરવાંનો સૌથી સહેલો રસ્તો એ છે કે તેનું કામ તેનાથી ઓછી આવડત ધરાવતા કલાકારને સોંપવામાં આવે. આગળના અમુક દિવસોમાં કરન જોહર, સલમાન ખાન, ભૂષણ કુમાર, યશ ચોપડા અને એકતા કપૂર જેવા લોકો પર આરોપ લગાવવામાં આવેલા છે.

સોનલે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,”જે વ્યક્તિના પૈસા છે અને તે જ્યાં પણ તેને ખર્ચ કરવા માંગે છે તે તેની મરજી છે. મને નથી લાગતું કે તેમાં કઈ ખોટું છે. મને લાગે છે કે અહીં વંશવાદથી વધારે પક્ષપાત છે અને ઇન્ડસ્ટ્રીમાં તે સ્વાભાવિક છે. અહીં સમસ્યાની વાત એ છે કે અહીં માત્ર હુનરમાં વ્યક્તિના ભાગનું કામ જયારે કોઈ એવા વ્યક્તિને સોંપવામા આવે જે તે કામને લાયક જ નથી હોતા તો તે હુનરમંદ વ્યક્તિના મનોબળને પછાડે છે, સાથે જ તેની બેઇજ્જતી પણ કરે છે. આ વિષય વિચારવા જેવો છે”.

સોનલે મુકેશ ભટ્ટ સાથે ત્રણ ફિલ્મો સાઈન કરી હતી જેમાંની હજી સુધી માત્ર એક જ ફિલ્મ બની છે બાકીની બંને ફિલ્મો વિષે સોનલ જણાવે છે કે,”મેં પહેલી ફિલ્મ જન્નત તો મુકેશ ભટ્ટના નિર્માણમાં કરી લીધી પણ મેં જ્યારે બાકીના બંન્ને પ્રોજેક્ટ વિશે વાત કરી તો તેમણે કહ્યું કે અત્યારે કરવા માટે કંઈપણ નથી. મુકેશ ભટ્ટએ તેના વિશે એક બે વાર વાત કરી પણ પછી મેં વાત કરવાનું જ છોડી દીધું”.

અભિનેતા સુશાંત સિંહે પણ યશરાજ ફિલ્મ સાથે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રેક્ટ કર્યો હતો જેમાં તે શુદ્ધ દેશી રોમાન્સ અને ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી બે ફિલ્મોમાં કામ કરી ચુક્યા હતા. તેની આત્મહત્યાના કેસમાં પોલીસ પણ પૂછતાછ કરી રહી છે કે આખરે યશરાજ ફિલ્મ્સએ સુશાંતની સાથે ત્રીજી ફિલ્મ કેમ ન કરી.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.