ખબર

રાત્રે રૂમમાં આપત્તીજનક હાલતમાં પોતાના જ મિત્ર સાથે મળી બહેન, ગુસ્સે ભરાયેલા ભાઈએ કર્યું એવું કામ કે સૌના હોશ ઉડી ગયા

બહેનને પ્રેમી સાથે કઢંગી હાલતમાં ભાઈ જોઈ ગયો પછી ધ્રુજાવીદેનાર પગલું ભર્યું

લોકડાઉન દરમિયાન ઘણી જ અવનવી ઘટનાઓ સાંભળવા મળે છે, આવી જ એક ઘટનાએ હાલ ચકચાર મચાવ્યો છે જેમાં એક પ્રેમીને તેની પ્રેમિકાને મળવા જવું ભારે પડી ગયું, કારણ કે પ્રેમિકાના ભાઈએ બંનેને આપત્તીજનક હાલતમાં જોઈ લીધા અને તેના બાદ જે કર્યું તે જાણીને સૌના હોશ ઉડી ગયા.

આ ઘટના બની છે ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લાના બિલરી થાણા હેઠળ આવતા ગામ ખેડાની.  જ્યાં મોદી રાત્રે ડીજે સંચાલકનો મિત્ર તેની બહેનના રૂમમાં પહોંચ્યો, આ વાત તેના ભાઈ અને પિતાને ખબર પડી ગઈ જેના બાદ તેઓ પણ રૂમમાં ગયા ત્યારે બંનેને આપત્તીજનક હાલતમાં જોઈને તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.

તે બંનેને આ અવસ્થામાં જોઈ જતા ભાઈ અને પિતાએ લાકડીના ઘા ઝીંકીને તે યુવકને ખુબ માર માર્યો, અને માર્યા બાદ તેને પાસેના જંગલ વિસ્તારમાં નાખી દીધો. ત્યારબાદ સવારે તે યુવક ગંભીર હાલતમાં ત્યાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી, યુવકને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાં તેનું થોડા જ સમયમાં અવસાન થઇ ગયું.

Image Source

પોલીસના જણાવ્યા અનુસાર જયારે ખેડા ગામમાં આરોપીની ધરપકડ કરવા માટે ગયા ત્યારે તેની બહેન ખાટલામાં સૂતી સૂતી રડી રહી હતી, તેની સાથે પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું કે તેના ભાઈનો મિત્ર અવનિત કુમાર તેને રાત્રે મળવા માટે આવ્યો હતો. પરિવારજનોએ બંનેને સાથે જોઈને તેને ખુબ જ બેરહેમીથી માર માર્યો, ત્યારબાદ અવનીતને ઘરવાળા જંગલમાં ફેંકી આવ્યા. તે આખી રાત ગંભીર હાલતમાં જનાગલમાં જ પડી રહ્યો, પોલીસે આરોપી ખેમપાલની ધરપકડ કરી છે.

મંગળાવરે મૃતક અવનિતના પિતા મખ્ખન સિંહે બિલારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને કહ્યું હતું કે તેમનો દીકરો અવનિત પાડોશના ગામ ખેડા નિવાસી ખેમપાલ સાથે ભાગીદારીમાં ડીજે વગાડવાનું કામ કરતો હતો. ધંધાને લઈને એ બંને વચ્ચે થોડા સમયથી વિખવાદ પણ ચાલી રહ્યા હતા.

Image Source

મખ્ખન સિંહ દ્વારા રિપોર્ટમાં એમ પણ લખાવવામાં આવ્યું છે કે સોમવારની સાંજે ખેમપાલ તેમના દીકરા અવનીતને પોતાની સાથે લઇ ગયો હતો, પરંતુ તે રાત્રે પણ ઘરે પાછો નહોતો ફર્યો, મંગળવારે વહેલી સવારે 4 વાગે પેપર વહેંચવા વાળા એક યુવકને ખેડા અને સરથલ ગામની વચ્ચે રસ્તાની બાજુમાં એક યુવક મરણાવસ્થામાં પડેલો છે તેની સૂચના આપો, ત્યારબાદ ગામના લોકો અને પરિવારજનો ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા.

ઘટના સ્થળ ઉપરથી મળેલા વ્યક્તિની ઓળખ અવનિતના રૂપમાં કરવામાં આવી તેને પહેલા પોલીસસ્ટેશન અને પછી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, મખ્ખન સિંહના જણાવ્યા અનુસાર તેમના દીકરાએ મરતા પહેલા તેમને જણાવ્યું હતું કે ખેમપાલ અને કપિલે તેને રાત્રે ખુબ જ ગંભીર રીતે માર માર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની બહેન દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે તેના પરિવારજનોએ જ તેને માર્યો હતો. આરોપી ખેમપાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અવનિત તેની બહેનને મળવા માટે આવ્યો હતો અને તેને મારીને ભગાડી મુક્યો હતો.

પોલીસ દ્વારા આરોપીઓ વિદુદ્ધ ફરિયાદ દાખલ કરી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.