જ્યોતિષ શાસ્ત્ર

શુક્રનું સિંહ રાશિમાં પરિવર્તન, જાણો તમારા માટે શુભ કે અશુભ…

શુક્રનું સિંહ રાશિમાં પરિવર્તન ખુબ જ શુભ માનવામાં આવે છે કેમ કે સિંહ રાશિના સ્વામી સૂર્યની સાથે શુક્રની નૈસર્ગીક શત્રુતા રહે છે. કોઈપણ લોકોની જન્મકુંડળીમાં શુક્ર મકાન, વાહન, વિલાસિતા, વૈભવ, ઐશ્વર્ય, સંતાન સુખ, રાજપદ, શિક્ષા, ઉત્તમ સ્વાસ્થ્ય અને સૌંદર્યના કારક માનવામાં આવ્યા છે માટે તેનું ગોચર કોઈપણ જાતકની જન્મકુંડળીમાં મહત્વપૂર્ણ ફળનું કારણ હોય છે. એવામાં જ્યોતિષશાત્રના આધારે શુક્રનું સિંહ રાશિમાં પરિવર્તન થયું છે. આવો તો જણાવીએ કઈ રાશિ પર કેવો પ્રભાવ પડવાનો છે.

Image Source

1. મેષ રાશિ: મેષ રાશિ માટે શુક્રનું ગોચર અમુક માનસિક તણાવ લાવશે. પ્રેમ સંબંધોમાં વાદ-વિવાદની સંભાવના વધારે રહેશે, પણ શિક્ષાની બાબતમાં સારા પરિણામ મળશે.

Image Source

2. વૃષભ રાશિ: વૃષભ રાશિ માટે ચતુર્થ ભાવમાં શુક્રનું ગોચર થઇ રહ્યું છે. આ રાશિ માટે ભૌતિક સુખોની તો વૃદ્ધિ થશે પણ પારિવારિક કલેશનો પણ સામનો કરવો પડશે. કોઈપણ પ્રકારની સરકારી કે પ્રાઇવેટ સર્વિસ માટે આવેદન કરવા માંગશો તો પરિણામ સારું રહેંશે.

Image Source

3. મિથુન રાશિ: મિથુન રાશિના પરાક્રમ ભાવમાં શુક્રનું ગોચર ભાઈ-બહેનોથી સ્નેહ તો વધારશે પણ નાની નાની વાતોને લઈને મનમુટાવ થવાની પણ સંભાવના વધી જશે માટે થોડું સહજતાથી કામ લેવું.

Image Source

4. કર્ક રાશિ: તમારી રાશિમાં ધનભાવમાં શુક્રના પ્રવેશથી મોંઘી વસ્તુની ખરીદારી કરવાના યોગ બની રહ્યા છે. તમારા કામમાં ઉતાવળ ન કરો અને બને ત્યાં સુધી પૈસા ઉધાર આપવાથી બચો.

5. સિંહ રાશિ: સિંહ રાશિના લોકો માટે શુક્રનું ગોચર માનસિક તણાવ આપશે, નિર્ણય લેવાના સમયે તમને ઘણી ચિંતાઓ રહેશે. નોકરીમાં પ્રમોશન મળવાના પણ યોગ બની રહ્યા છે.

Image Source

6. કન્યા રાશિ: કન્યા રાશિના લોકો માટે બારમા ભાવમાં શુક્રનું ગોચર સ્વાસ્થ્યના વિકારના યોગ બની રહ્યા છે પણ સાથે જ આર્થિક સ્થિતિને પણ વધારશે. વિદેશ યાત્રા કે વિદેશી મિત્રોથી લાભ અને શુભ સમાચારના અવસર પ્રાપ્ત થશે.

Image Source

7. તુલા રાશિ: તુલા રાશિના લોકો માટે શુક્રના લાભ ભાવમાં પ્રવેશ કરવું કાર્યક્ષેત્રમાં વિસ્તાર કરાવશે સાથે જ માન-સન્માન પણ વધારશે. મહિલાઓ માટે આ ગોચર ખુબ સારા યોગ લઈને આવ્યો છે.

Image Source

8. વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના લોકો માટે કેન્દ્ર ભાવમાં શુક્રનું જવું શિક્ષા-પ્રતિયોગિતામાં સફળતા અપાવશે. નોકરીમાં પ્રમોશનના પણ યોગ બની રહ્યા છે.

9. ધનુ રાશિ: ઘનું રાશિ માટે ભાગ્ય ભાવમાં સૂર્યનો પ્રવેશ પ્રતિક્ષિત પરિણામો માટે અનુકૂળ રહેશે. ઘણા સમયના અટકેલા કામ પણ પુરા થતા જણાશે.

Image Source

10. મકર રાશિ: મકર રાશિ માટે અષ્ટમ ભાવમાં શુક્રનો પ્રવેશ સારા-નરસા ફળ આપશે. પ્રસિદ્ધિની બાબતે તો સારા યોગ છે પણ સ્વાસ્થ્યની બાબતે યોગ અનુકૂળ નથી. મહિલા વર્ગ માટે થોડો તણાવ રહેવાની સંભાવના છે.

11. કુંભ રાશિ: કુંભ રાશિના લોકો માટે વિવાહ સંબંધી સારા યોગ બને છે. આ સિવાય પ્રેમ સંબંધના આરંભ માટેના પણ યોગ બની રહ્યા છે.

Image Source

12. મીન રાશિ: મીન રાશિના લોકો માટે શુક્રના છઠ્ઠા શત્રુ ભાવમાં પ્રવેશ થોડી ચિંતા ઉત્પન્ન કરાવી શકે છે કેમ કે તે અમુક શત્રુઓને વધારી શકે છે. માટે વ્યાપારમાં મિત્રો કે અધિકારીઓ સાથે મધુર સંબંધ બનાવી રાખો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.