મનોરંજન

શિલ્પા શેટ્ટીના હાથમાં નજરે આવી સમિષા, જોવા જેવો છે માતા-દીકરીનો અંદાજ

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફરી એક વાર ફિલ્મોમાં કમબેક કરી રહી છે. આ સાથે જ શિલ્પા શેટ્ટી પરિવાર સાથે પણ સમય વિતાવી રહી છે. આટલું જ નહીં શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. શિલ્પા શેટ્ટીની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood News (@bollywoodnewscast)

શિલ્પા શેટ્ટી આ વર્ષે જ સરોગસી દ્વારા દીકરીની માતા બની હતી. સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરીના દિવસે થયો હતો. દીકરીના જન્મના થોડા દિવસ બાદ ફેન્સે ખુશખબરી આપી હતી. હાલ તેની દીકરી 10 મહિનાની થઇ ચુકી છે. હાલમાં જ શિલ્પા શેટ્ટી તેની દીકરી સમીશા સાથે નજરે આવી હતી. હાલમાં જ સમીશાની તસ્વીર ઘણી ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Aaj Tak (@aajtak)

આવું એટલા માટે કહેવામાં આવે છે કે, શિલ્પા જયારે પણ તેની દીકરી સાથે સ્પોટ થતી હતી તે તેની દીકરીનો ચહેરો છુપાવી લેતી હતી. પરંતુ આ દરમિયાન ફોટોગ્રાફર ચોરી-છુપીથી તેની તસ્વીર ક્લિક કરી લેતા હતા. દીકરીનું મોઢું છુપાવનારી શિલ્પાએ શેટ્ટીએ પેપરાઝીને ખુશ કરી દીધા હતા અને દીકરી સાથે તસ્વીર ક્લિક કરાવી હતી. હાલ આ બંને માતા-પુત્રીની તસ્વીર ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

શિલ્પા શેટ્ટી તેના ઇન્સ્ટાગ્રામ પર દીકરીની ઘણી તસ્વીર શેર કરતી હતી પરંતુ કયારે પણ દીકરીનું મોઢું દેખાડતી ના હતી. હાલમાં જ શિલ્પાને તેની દિકરી સાથે સ્પોટ કરવામાં આવી હતી. આ તસ્વીરમાં શિલ્પા શેટ્ટીની દીકરી બેહદ ક્યૂટ નજરે આવી રહી છે. શિલ્પા શેટ્ટી અંધેરીમાં સ્પોટ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

આ દરમિયાન શિલ્પાએ ગાડીમાંથી ઉતરતા સમયે દીકરી સમીશા સાથે મીડિયાને પોઝ આપ્યા હતા. આ દરમિયાન શિલ્પાએ નેવી બ્લુ કલરના ડ્રેસમાં નજરે આવી હતી તો દીકરી સમીશા બ્લુ ફ્રોક અને વ્હાઇટ હેર બેન્ડમાં નજરે આવી હતી.

શિલ્પાએ નેહા ધૂપિયાના શોમાં 45 વર્ષની ઉંમરે માતા બનવાનો અનુભવ શેર કર્યો હતો. તેણે તે સમય યાદ કર્યો જ્યારે તે વિઆનના જન્મ બાદ ઘણી વાર મિસકેરેજ થયું હતું. શિલ્પા શેટ્ટીએ એમ પણ કહ્યું હતું કે જ્યારે તેમની પુત્રી 5 વર્ષની થશે ત્યારે તે 50 વર્ષની થશે.

અભિનેત્રીએ કહ્યું હતું કે, લોકોનો અભિપ્રાય ભલે ગમે તે હોય, તેને તેની પરવા નથી. તે શ્રેષ્ઠ માતા બનવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. આ સાથે જ જણાવ્યું હતું કે, સમિશાના આવ્યા બાદ તેનો પરિવાર પૂરો થઇ ગયો છે. આ સાથે વધુમાં કહ્યું હતું કે, મને લાગે છે કે જે હું 10 વર્ષ પહેલા હતી તે જ આજે છું. જેમાં યોગનું મોટું યોગદાન છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ વર્ષ 2009 માં લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by tellytalky (@tellytalky)

શિલ્પાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે ડાયરેક્ટર સબ્બીર ખાનની ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળશે.આ સાથે જ આ ફિલ્મમાં અભિમન્યુ દાસાણી અને શર્લી સેતિયા હશે. આ સાથે જ શિલ્પા શેટ્ટી ફિલ્મ હંગામા-2માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પરેશ રાવલ અને મીઝાન જાફરી અને પ્રનીતા સુભાષ હશે.