મનોરંજન

રાજ કુંદ્રા કેસમાં શિલ્પા શેટ્ટીની ભૂમિકાને લઇને આવ્યુ પોલિસનું મોટું નિવેદન, જલ્દીથી વાંચો

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને કોર્ટે પોનોગ્રાફી ફિલ્મ કેસમાં 23 જુલાઇ સુધી પોલિસ કસ્ટડીમાં મોકલી દીધા છે. મંગળવારે રાજને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને ત્યાં કોર્ટે ક્રાઇમ બ્રાંચની પોલિસ માંગને સ્વીકાર કરી રાજને પોલિસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેમને મુંબઇની ભાયખલા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

પતિ રાજની ધરપકડ બાદથી જ શિલ્પા શેટ્ટી પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. શિલ્પા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે શું તેને તેના પતિની કરતૂત વિશે ખબર હતી ? શું આમાં તેની પણ ભૂમિકા છે. ? આવા અનેક સવાલો હતા. એવામાં હવે પોલિસે સ્પષ્ટ કહી દીધુ છે કે બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની આમાં સક્રિય ભૂમિકા હોવાની હજી સુધી તેમને કોઇ સાબિતી મળઈ નથી. પોલિસ તપાસ કરી રહી છે અને જરૂરી કાર્યવાહી પણ થશે.

જોઇન્સ સીપી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે આ કેસમાં ઉમેશ કામત જેવા નિર્માતાઓની ધરપકડ થઇ છે અને તેઓ રાજ કુંદ્રાના ઇન્ડિયા ઓપરેશનની દેખરેખ રાખતા હતા તેમજ Hotshots એપનું કામ વિયાન કંપનીના માધ્યમથી ચાલતુ હતુ. રેડ દરમિયાન મળેલ પુરાવાને આધારે રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, આ મામલો ફેબ્રુઆરી 2021માં સામે આવ્યો હતો. ઘણા મહિનાઓ સુધી પર્યાપ્ત સબૂત એકઠા કર્યા બાદ પોલિસે રાજ કુંદ્રાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી અને રાજના લગ્ન વર્ષ 2009માં થયા હતા. તેમના પહેલી મુલાકાત યુકેમાં થઇ હતી. જે બાદ તે પ્રેમમાં પરિણમી અને બંનેએ લગ્ન કરી લીધા. તે બંનેના બે બાળકો છે. દીકરો વિયાન અને દીકરી સમીક્ષા. શિલ્પા રાજની બીજી પત્ની છે.