અજબગજબ

સ્કૂલે પહોંચવા નદી પાર કરવા માટે બાળકો થાય છે પ્લાસ્ટિકની કોથળીમાં પેક, જાણો સમગ્ર મામલો

આજકાલ બાળકો સ્કૂલે મોકલવા એ માથાનો દુખાવા સમાન છે. બાળકોને નતનવી લાલચ આપીને શાળાએ મોકલી છીએ. ત્યારે બાળકો ક્યારેક વેનમાં  કે રિક્ષામાં ના જવું હોય અથવા મોડું  થઇ ગયું  હોય ત્યારે સ્કૂટર કે ગાડી લઈને શાળાએ મુકવા જઈએ છીએ. પરંતુ એક એવો પણ વિસ્તાર છે જ્યાં નથી જતી વેન કે નથી જતા કોઈ પણ પ્રકારના વાહન કે ચાલીને પણ નથી જઈ શકાતું. તો વિચારો આ બાળકો સ્કૂલે તો જાય છે પરંતુ કેવી રીતે જતા હશે.

Image Source

વિયતનામાના Dien Bien સ્થિત Huoi Ha ગામના બાળકો સ્કૂલે તો જાય છે. પરંતુ ચાલીને કે કોઈ વાહનમાં નહીં. પરંતુ પ્લાસ્ટિકની કોથળીમાં પેક થઈને. વાંચીને અચરજ લાગીને. પરંતુ બિલકુલ સાચું છે.

Image Source

રિપોર્ટ અનુસાર, આજકાળ ભારે વરસાદને કારણે ગામના પાણી ભરાઈ ગયા છે.  વધારે પાણીના હિસાબે નદીમાં પણ પાણીનું સ્તર વધી ગયું છે. ત્યારે બાળકોને શાળાએ પહોંચાડવા માટે પ્લાસ્ટિકની કોથળીમાં બંધ કરીને નદી પાર કરાવવામાં આવે છે. આમ  નાગરિકો માટે આ નજારો  ચોંકાવનારો છે. કારણકે બાળકોને થોડી મિનિટ માટે બંધ કરીને નદીની બીજી પાર લઇ જવામાં આવે છે. આ કામ આસાન તો બિલકુલ નથી. પરંતુ બાળકોની સ્કૂલ જવા માટેનું જૂનુન અને નીડરતા છે.

Image Source

વરસાદને કારણે અહીં વાંસના પુલ અને નાવનો ઉપયોગ કરવામાં નથી આવતો. તેથી ગામના પુરુષો 50થી વધુ વિધાર્થીઓને નદી પાર કરાવવાનું કામ આપવામાં આવે છે.  ના સંગ સેકેન્ડરી સ્કૂલ બોર્ડિંગ સ્કૂલની પ્રિન્સીલપલે Nguyen Thi Thuyએ કહ્યું હતું કે, બાળકોના માતા-પિતા અને શિક્ષકોએ સ્કૂલ આવવા માટે પ્રેરિત કર્યા હતા. પરંતુ હાલમાં જ જે હાલત છે તે બાબતે કંઈક કરવું જોઈએ. જેનાથી બાળકોને સ્કૂલે પહોંચવામાં આસાની રહે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks