મનોરંજન

સલમાન ખાને પોતાના જ બોડીગાર્ડને તમાચો માર્યો હતો, આખરે શેરાએ જણાવ્યું આ કારણ

સલમાન ખાનની ફિલ્મ ભારત ઈદના તહેવાર નિમિતે બુધવારે રિલીઝ થઇ ચુકી છે. ત્યારે આ ફિલ્મની સ્ક્રિનીંગનું આયોજન મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં મોટા મોટા સિતારાઓએ હાજરી આપી હતી. પણ આ દરમ્યાન એવી ઘટના બની કે જેને જોઈને ત્યાં હાજર બધા જ લોકો ચોંકી ઉઠ્યાં હતા. સલમાન ખાને ફિલ્મ ભારતના સ્ક્રીનિંગ સમયે બોડીગાર્ડને તમાચો માર્યો હતો.

Image Source

ભારતના સ્ક્રીનિંગ સમયે એક બોડીગાર્ડે એક બાળક સાથે ગેરવર્તન કર્યું હતું, જેને જોઈને સલમાન ખાન ગુસ્સે ભરાયા હતા અને તેમને એ બોડીગાર્ડને માર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થયો છે. આ વીડિયોમાં સલમાન ખાન પ્રીમિયર પત્યા બાદ બહાર આવતા દેખાઈ રહયા છે. ભીડમાંથી સલમાનને સુરક્ષિત બહાર કાઢવા માટે બોડીગાર્ડ્સ તેમના ફેન્સને ધક્કો મારીને આગળ વધી રહયા હતા.

Image Source

ભીડમાં બાળકો પણ હતા જે સલમાનને જોવા માટે ઉત્સાહિત હતા. પરંતુ સલમાન ખાનને બચાવવાના ચક્કરમાં બોડીગાર્ડનાં કારણે બાળકોને પરેશાની થાય છે. બાળકોને આ પરેશાનીમાં જોઈને સલમાન ખાનને ગુસ્સો આવ્યો અને તેને બોડીગાર્ડને માર્યો. અને પછી આગળ વધવા લાગ્યા હતા, જેને જોઈને ત્યાં હાજર લોકો ચોંકી ગયા હતા.

Image Source

આ ઘટનાને લઈને સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ એક નિવેદન આપ્યું કે ‘માલિકને જલ્દી ગુસ્સો આવી જાય છે. તેઓ બાળકોને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ રહે છે.’ સલમાને પોતાની ટીમને ખાસ સૂચના આપી છે કે બાળકો અને વૃદ્ધો પ્રતિ ખૂબ જ સાવધાન રહે. આ ગાર્ડ હવે સલમાન ખાનની બોડીગાર્ડની ટીમમાં નથી.

જુઓ વિડીયો:

ઈદના દિવસે સલમાન ખાને પોતાના ઘરની બાલકનીમાં આવીને તેમના ચાહકોને ઈદની શુભેચ્છા આપી હતી. સલમાનની ફિલ્મ ભારત રિલીઝ થઇ ચુકી છે, જેમાં તેઓ કેટરીના સાથે રોમાન્સ કરતા જોવા મળશે.

 

View this post on Instagram

 

Here is the HD clip of #salmankhan today for #eidmubarak wishes #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks