કૌશલ બારડ ખબર મનોરંજન

સોશિયલ મીડિયામાં સલમાનની આ તસ્વીરે ચર્ચા જગાવી છે! વિગત વાંચો

સોશિયલ મીડિયામાં સલમાન ખાનનું નામ આજકાલ ખાસ ચર્ચામાં નથી. જો કે, હવે ચર્ચાનો મુદ્દો બને તો એવી એક તસ્વીર આવી છે ખરી. સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે, જેમાં તે માટી ખોદતો જોવા મળી રહ્યો છે!

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

સલમાનની આ તસ્વીરે લોકોમાં કુતૂહલ તો જગાડ્યું જ છે. સલમાને હાથમાં પાવડા જેવું કંઈક પકડ્યું છે, જેના વડે તે ખોદકામ કરી રહ્યો છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન સલમાન ખાન પનવેલ ખાતેના પોતાના ફાર્મહાઉસમાં જ હતો એવું કહેવાય છે. જ્યાં તેણે ખેતીકામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

લોકડાઉનમાં સલમાને બોડી કંઈક વધારે પડતી બનાવી હોય તેવું પણ લાગી રહ્યું છે. તડકામાં પાવડાથી માટી ખોદતી તેની તસ્વીર પર યુઝર્સની વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

હાલ તો વળી ખેડૂત આંદોલન પણ ખાસ્સું ચર્ચામાં છે. જો કે, સલમાનની આ તસ્વીરને એ આંદોલન સાથે કોઈ સબંધ તો છે નહી. અથવા હોય તો પણ એવું કંઈક જાહેર તો તેણે કર્યું નથી. ઇન્સ્ટાગ્રામ પર તેમણે મૂકેલી આ તસ્વીરની નીચે કેપ્શન આપ્યું છે ‘Mother Earth’!

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને લાંબા સમયથી દર્શકોએ થિયેટરના પડદા પર જોયો નથી. છેલ્લે તે ‘ભારત’ મૂવીમાં કેટરિના સાથે જોવા મળ્યો હતો. ફિલ્મ જેવી ગાજી તેવી વરસી નહોતી. ઉલ્ટાની લોકોએ વખોડી કાઢી હતી. હાલ તેણે ‘રાધે’ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

હમણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘અંતિમ’ નામની એક ફિલ્મનો વીડિઓ શેર થયો હતો, જેમાં સલમાન પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં દેખાયો છે. આ ફિલ્મ મહેશ માંજરેકરે ડિરેક્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)