બૉલીવુડ એક્ટર સલમાન ખાનની ફેન ફોલોઈંગ દુનિયાભરમાં છે. સલમાન ખાનની ફેન ફોલોઇંગને કારણે જ તેની કોઈ પણ ફિલ્મહોય તેની ચર્ચા પહેલાથી જ શરૂ થઇ જાય છે. સલમાન ખાન આજકાલ તેની આગામી ફિલ્મ ‘રાધે’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
View this post on Instagram
પ્રભુદેવાની આ ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં જોવા મળશે. કોરોના વાયરસને કારણે હાલ બધી જ ફિલ્મોનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવતા સલમાન ખાન હાલ તેના ગેલેક્સી ઍપાર્ટમેન્ટથી દુર પનવેલ ફાર્મહાઉસ પર પહોંચી ગયો છે. સલમાન ખાન ક્વોરેન્ટાઇનનો આનંદ લઇ રહ્યો છે. સલમાન ખાન સાથે તેની બહેન અર્પિતા
અને આયુષ શર્મા પણ છે. સલમાન ખાન હાલ તેનો પૂરો સમય તેના પરિવારને જ આપવા ઈચ્છે છે. પનવેલનું ફાર્મ હાઉસ તેનું પસંદગીનું ફાર્મ હાઉસ છે.
View this post on Instagram
સલમાન ખાનની સાથે કિક અને રેસ 3ની એક્ટ્રેસ જૈકલીન ફર્નાન્ડિઝ પણ છે. જૈકલીન ફર્નાન્ડિઝ એક નવા મ્યુઝિક વીડિયો ગેંડા ફૂલમાં નજરે આવી છે. આ સંદર્ભમાં જૈકલીન ફર્નાન્ડિઝને બાદશાહને વીડિયો કોલ કર્યો હતો. જેમાં સલમાન ખાન પણ જોવા મળી રહ્યો છે. બાદશાહનું આ નવું ગીત પણ ખૂબ પસંદ આવી રહ્યું છે.
@BeingSalmanKhan & @Asli_Jacqueline On instagram With #badboyshah#SalmanKhan #JacquelineFernandes #Radhe pic.twitter.com/UdGx4HHlhW
— Anjali (@salman_anjali) March 25, 2020
ગયા મહિના સુધી સલમાન ખાન રાધે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો, પરંતુ ફિલ્મ્સનું શૂટિંગ બંધ થતાં જ સલમાન ખાન તેના ફાર્મ હાઉસ ગયો હતો. જનતા કર્ફ્યુ દરમિયાન તેના પિતા સલીમ ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં એકલા જોવા મળ્યા હતા. સલમાન ખાનનું આ ફાર્મ હાઉસ ખૂબ મોટું છે અને તાજી શાકભાજી અહીં મળે છે. આ સાથે જ તેમાં સલમાન માટે જીમ પણ છે. જેની સાથે તે પોતાની જાતને ફીટ રાખે છે.
View this post on Instagram
રિપોર્ટ્સ મુજબ, સલમાનના પિતા સલીમ ખાન મુંબઈમાં તેના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં છે. સલમાનની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે ફિલ્મ ‘રાધે’નું શૂટિંગ કરી રહ્યો હતો, પરંતુ કોરોના વાયરસને કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું હતું. આ ફિલ્મમાં સલમાનની સાથે દિશા પટની અને રણદીપ હૂડા લીડ રોલમાં છે.
View this post on Instagram
સલમાન ફિલ્મ ‘રાધે’માં મુંબઈ પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા નિભાવશે. જે ગુના અને ગુનેગારોને ખતમ કરશે. ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થઈ શકે છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.