મનોરંજન

શું સૈફ અલી ખાને 800 કરોડ રૂપિયા ખર્ચીને ફરીથી ખરીદ્યો ‘પટૌડી પેલેસ’? એક્ટરે કર્યો ખુલાસો

બોલીવુડના નવાબ તરીકે જાણીતા સૈફ અલી ખાન તેની લકઝરીયસ લાઈફસ્ટાઈલને લઈને જાણીતા છે. એક્ટરની નવાબી સ્ટાઇલ પર બધા જ ફેન્સ મરતા હોય છે. હાલમાં જ સૈફ અલી ખાને પટૌડી પેલેસમાં પત્ની કરીના કપૂર ખાન અને પુત્ર તૈમુર સાથે સમય વિતાવ્યો હતો. ક્વોલિટી સમય વિતાવ્યા બાદ હાલમાં જ સૈફ, કરીના અને તૈમુર મુંબઈ પરત ફર્યા હતા.

Image source

આ 800 કરોડના પટૌડી પેલેસની ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. આ પેલેસને જોઈને બધા જ લોકો હેરાન થઇ જાય છે. તો લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સૈફ પત્ની કરીના અને પુત્ર તૈમુર સાથે પટૌડી પેલેસમાં શિફ્ટ થશે ? શું તે આલીશાન પેલેસમાં જિંદગી વિતાવશે ? આ સવાલનો જવાબ સૈફ આપ્યો હતો. સૈફે કહ્યું હતું કે, આ આઈડિયા ખોટો તો નથી. હું માનું છું કે આ કરવાથી જિંદગીનો આનંદ માણવા મળશે. સૈફનું માનીએ તો તે સ્વિમિંગ કરી શકશે. જમવાનું બનાવી શકશે. બુક વાંચી શકશે, પરિવારની નજીક આવશે. આ જિંદગી સારી રીતે વીતશે. આ સાથે જ સૈફે કહ્યું હતું કે, આ પેલેસની આસપાસ સારી સ્કૂલની જરૂરિયાત છે.

Image source

એવું કહેવામાં આવી રહ્યું છે કે બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાને તેમના પૂર્વજોના ઘર ‘પટૌડી પેલેસ’ ને 800 કરોડમાં ફરીથી ખરીદ્યો છે. હવે ખુદ સૈફ અલી ખાને પણ આ વિશે વાત કરી છે અને આ સમાચારોની સત્યતા જાહેર કરી છે. સૈફ અલી ખાને તાજેતરમાં એવા અહેવાલોને ફગાવી દીધા છે કે એક્ટર એ ‘પટૌડી પેલેસ’ ને 800 કરોડમાં ફરીથી ખરીદ્યો હતો. ‘મુંબઇ મિરર’ને આપેલા ઇન્ટરવ્યુમાં સૈફ અલી ખાને કહ્યું કે પટૌડી પેલેસને ફરીથી ખરીદી કરવાના અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે.

Image source

સૈફનું માનવું છે કે તેણે તેને ખરીદ્યો ના હતો પરંતુ આ મહેલ તેનો હતો. ત્યાં ફક્ત કેટલાક કાગળનાં કામો પૂર્ણ થયાં હતાં. 10 એકરમાં ફેલાયેલા આ મહેલમાં 150 ઓરડાઓ છે. આ સિવાય અહીં સાત બેડરૂમ, ડ્રેસિંગ રૂમ અને બિલિયર્ડ રૂમ છે.

Image source

પટૌડી પેલેસની કિંમત અંગે સૈફ અલી ખાને કહ્યું કે પટૌડી પેલેસની કિંમત લગાવવી અશક્ય છે. આ સંપત્તિ ભાવનાત્મક રૂપે આપણા માટે અમૂલ્ય છે. મારા દાદા દાદી અને પિતાને ત્યાં દફનાવવામાં આવ્યા છે, ત્યાં સલામતી, શાંતિ અને આધ્યાત્મિક સાથે મારે સંબંધ છે. આ જ કારણ છે કે તે તેના માટે કિંમતી છે.

Image source

સૈફ આગળ કહે છે કે આ મહેલ 100 વર્ષ પહેલાં તેમના દાદાએ બનાવ્યો હતો. તે સમયે તે શાસક હતા જ્યારે તે શાસક ના હતા ત્યારે આ મહેલ ભાડે આપ્યો. ફ્રાન્સિસ (વેઝિઆર્ગ) અને અમન (નાથ) આ મહેલમાં હોટલ ચલાવતા હતા અને સારી સંભાળ રાખતા હતા. બાદમાં આ મિલકત નીમરાણા હોટેલ્સને ભાડે આપી હતી અને હું મારા પિતાના મૃત્યુ પછી તેને પાછો લેવા માંગતો હતો. સૈફે કહ્યું કે લીઝ રદ થવાને કારણે મેં પૈસા આપીને ઘર પાછું લઇ લીધું હતું.