ફિલ્મી દુનિયા

ઋતુ નંદાના નામે છે એક દિવસમાં 17000 LIC પોલિસી વેચવાનો વર્લ્ડ રેકોર્ડ

બોલિવૂડ અભિનેતા રાજ કપૂરની દીકરી, અમિતાભ બચ્ચનની વેવાણ અને બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરની બહેન ઋતુ નંદાનું 71 વર્ષની ઉંમરે મંગળવારે સવારે નિધન થયું. ઋતુ નંદાના નિધનથી બચ્ચન અને કપૂર બંને પરિવાર માટે આ દુઃખદ ખબર છે.

Image Source

પણ શું તમને ખબર છે કે ઋતુ નંદા એક સમયે LIC ની ટોપ ઇન્શ્યોરન્સ એજન્ટ હતી. તેમની સફળતાનો અંદાજો તો એ વાતથી જ લગાવી શકાય છે કે એક દિવસમાં તેમણે LIC ના 17 હજાર પેંશન પ્લાન્સના વેચાણનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

Image Source

આ ખબર સાંભળીને તરત જ બચ્ચન અને કપૂર પરિવાર દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થવા પહોંચ્યા હતા. છેલ્લા લાંબા સમયથી ઋતુ નંદા કેન્સરથી પીડાઈ રહયા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. ઋતુ નંદાના અંતિમ સંસ્કાર દિલ્હીમાં મંગળવારે બપોરે કરવામાં આવ્યા.

Image Source

અંતિમ સંસ્કારમાં ઋતુ નંદાના ત્રણે ભાઈઓ ઋષિ કપૂર અને રણધીર કપૂર તથા રાજીવ કપૂર સામેલ થયા. આ સિવાય ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર, ભાણેજ આદર જૈન, અરમાન જૈન તથા બચ્ચન પરિવારથી અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય પણ હાજર રહયા હતા.

Image Source

આ સિવાય બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન અને કરણ જોહર સહિત બીજા ઘણા સેલેબ્સ પણ ઋતુ નંદાને અંતિમ વિદાઈ આપવા માટે પહોંચ્યા હતા.

Image Source

શ્વેતા બચ્ચનની સાસુ અને અમિતાભ બચ્ચનની વેવાણ ઋતુ નંદાના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવ્યા હતા. ઋતુ નંદાને પુત્ર નિખિલ નંદાએ મુખાગ્નિ આપ્યો.

Image Source

આ દુઃખની ઘડી દરમ્યાન દાદી ઋતુ નંદાનો પૌત્ર અગસ્ત્ય અને પૌત્રી નવ્યા નવેલી નંદા તેમના આંસુ રોકી શક્યા ન હતા.

Image Source

બંનેને મામા અભિષેક બચ્ચને સંભાળ્યા હતા. અભિષેક આ સમયગાળા દરમિયાન ભાણિયો અને ભાણી સાથે ઉભો જોવા મળ્યો હતો.

Image Source

જયારે ઋષિ કપૂર પણ તેની બહેનના નિધન બાદ અંતિમ સંસ્કાર માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રણધીર કપૂર તેની બહેનની અંતિમ વિધિમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

Image Source

સિવાય રામ તેરી ગંગા મેલી ફેમ રાજીવ કપૂર પણ પોતાની બહેનની અંતિમવિધિમાં ગમગીન ચહેરે જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે ઋતુ નંદાને વર્ષ 2013માં કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ છેલ્લી ઘડી સુધી તે આ રોગથી લડી રહી હતી.

Image Source

ઋષિ કપૂરની બહેન ઋતુ નંદા રંજન નંદાની પત્ની હતી અને શ્વેતા બચ્ચનના લગ્ન તેમના પુત્ર નિખિલ નંદા સાથે કર્યા હતા.

Image Source

અંતિમ વિધિમાં રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર જોવા મળી હતી. રિદ્ધિમાએ ફોઈના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

Image Source

અમિતાભ બચ્ચન પણ પોતાની વેવાણને અંતિમ વિદાય આપવા માટે દીકરા અભિષેક, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે દિલ્હી આવ્યા હતા.

Image Source

રિતુ નંદાની અંતિમ ક્રિયાના તસ્વીરોમાં નંદાની પૌત્રી નવ્યા નવેલી અને પૌત્ર અગત્સ્ય દાદીને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળે છે. તેમના મામા અભિષેક બચ્ચને દાદીના અવસાનથી ભાંગી પડેલા બંને બાળકોને સાંત્વના આપી હતી. આ પ્રસંગે ઋષિ કપૂર દીકરી રિદ્ધિમા અને ભત્રીજા આદાર જૈન સાથે પહોંચ્યા હતા. રિતુ નંદાની બહેન રીમા જૈન પણ પરિવાર સાથે ઉપસ્થિત હતા.

Image Source

રાજ કપૂરની દીકરી હોવા છતાં તેમણે પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની કારકિર્દી પસંદ કરી અને બોલિવૂડથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો.

Image Source

તેમના લગ્ન એસ્કોર્ડ ગ્રુપના ચેરમેન રાજન નંદા સાથે થયા હતા, અને તેમના દીકરાના લગ્ન અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન સાથે થયા હતા એટલે કે તે અમિતાભ બચ્ચનની વેવાણ પણ હતી. તેમણે ઇન્શ્યોરન્સ સેક્ટરમાં પગ મુક્યો અને જોતજોતામાં સ્ટાર બની ગઈ. પછીથી તેમણે ઋતુ નંદા ઇન્શ્યોરન્સ સર્વિસ નામથી કંપની પણ ખોલી.

Image Source

તેને પોતાની કારકિર્દીમાં બીજા ઘણા મુકામ પ્રાપ્ત કર્યા હતા અને તેમણે એલઆઇસી તરફથી બેસ્ટ ઇન્શ્યોરન્સ એડવાઈઝર ઓફ ધ ડિકેડનો એવોર્ડ પણ મળ્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.