મનોરંજન

શિલ્પા શેટ્ટીને ખુલ્લેઆમ કિસ કરનારા આ અભિનેતા 69 વર્ષની ઉંમરે બન્યો બીજીવાર પિતા, ત્રીજીવાર કર્યા હતા લગ્ન

15 એપ્રિલ 2007ના રોજ હોલીવુડના અભિનેતા રિચર્ડ ગેરેએ જયપુરમાં યોજાયેલા એકે એઇડ્સ અવેરનેસ પ્રોગ્રામની અંદર હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ હાજર હતી.

આ કાર્યક્રમમાં અચાનક જ રિચર્ડે શિલ્પાને પોતાની બાહોમાં જકડી લીધી હતી અને તેને કિસ કરવા લાગી ગયો હતો, આ ઘટના બાદ બંનેની ખુબ જ નિંદા થઇ હતી, બંને ઉપર અશ્લીલતા ફેલાવવાના આરોપો પણ લાગ્યા હતા અને કેસ પણ દાખલ થયો હતો, ત્યારબાદ બંનેને માફી પણ મંગાવી પડી હતી.

Image Source

પરંતુ થોડા સમય પહેલા જ અભિનેતા રિચર્ડ પાછો ચર્ચામાં આવ્યો હતો અને આ ચર્ચાનું કારણ કોઈ અભિનેત્રીને કિસ કરવાનું નહિ પરંતુ 69 વર્ષની ઉંમરે બીજીવાર પિતા બનવાનું હતું. રિચર્ડની પત્ની એલિજેન્દ્રા સિલ્વાએ ઓગસ્ટ 2018માં પોતાની પ્રેગ્નેસી વિષે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું.

Image Source

ખાસ વાત તો એ છે કે રિચાર્ડની પત્ની તેના કરતા 33 વર્ષ નાની છે અને 10 મહિના પહેલા જ બંનેએ લગ્ન કર્યા હતા. રિચર્ડે એપ્રિલ 2018માં ખાનગીમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલા આ બંને 3 વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. સિલ્વા રિચર્ડની ત્રીજી પત્ની બની, તો રિચર્ડ સિલ્વનો બીજો પતિ છે. રિચર્ડ આ પહેલા બે પત્નીઓને છૂટાછેડા પણ આપી ચુક્યો છે. એ બંનેની ઉંમરમાં પણ 33 વર્ષનું અંતર છે. રિચર્ડ જયારે 69 વર્ષનો છે તો સિલ્વાની ઉમર 36 વર્ષની છે.

Image Source

રિચર્ડની પહેલી પત્ની હોલીવુડની સુપર મોડેલ સિન્ડી ક્રાફોર્ડ હતી, રિચર્ડ સાથે તેને 1991માં લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન 5 વર્ષ સુધી જ ચાલ્યા, ત્યારબાદ બંનેએ ડિવોર્સ લઇ લીધા, ત્યારબાદ રિચર્ડે 2002માં કૈરી લોવેલ સાથે લગ્ન કર્યા, આ લગ્ન 15 વર્ષ સુધી ચાલ્યા, બંનેને એક દીકરો પણ હતો, પરંતુ 2016માં રિચર્ડે કૈરીને પણ ડિવોર્સ આપી દીધા.

Image Source

સિલ્વા એક બિઝનેસવુમન છે. સિલ્વાના પણ રિચર્ડ સાથે બીજા લગ્ન છે. સિલ્વાના પહેલા લગ્ન ગોવિંદ ફ્રેડલેન્ડ સાથે થયા હતા. ડિસેમ્બર 2012માં તેને એક દીકરા આલ્બર્ટને જન્મ પણ આપ્યો હતો. પરંતુ 2016માં સિલ્વાએ ગોવિંદને પણ ડિવોર્સ આપ્યા હતા અને પછી 2 વર્ષ બાદ રિચર્ડ સાથે લગ્ન કરી લીધા હતા.