ખબર મનોરંજન

રેમો ડિસુઝા ક્રિસમસ પર પત્ની સાથે રોમેન્ટિક ડાન્સ કરતા આવ્યા નજરે, જુઓ વાયરલ વિડીયો

હોસ્પિટલથી પરત ફરતા જ રેમોએ કર્યો ડાન્સ, ક્રિસમસ પર પત્ની સાથે વિતાવ્યો ખાસ સમય- જુઓ વીડિયો

જાણીતા કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર રેમો ડિસુઝા માટે વીતેલા દિવસો ઘણા ખરાબ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ તેને હાર્ટએટેક આવતા મુંબઈની કોકિલા બહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રેમોને હાલમાં જ હોસ્પિટલમાંથી રજા મળી છે. તેથી આ વખતે રેમો અને તેના પરિવાર માટે આ વર્ષની ક્રિસમસ ખાસ રહી છે. રેમોએ ઘર પર ક્રિસમસની ખાસ અંદાજમાં ઉજવણી કરી હતી. આ ઉજવણીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Liz (@lizelleremodsouza)

રેમોના પરિવારએ ક્રિસમસના તહેવારને લઈને ઘરને બેહદ ખુબસુરત અંદાજમાં ડેકોરેશન કર્યું હતું. જેની ઝલક રેમોએ સોશિયલ મીડિયામાં શેર કરી છે. રેમોએ એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેને ઘરનું ડેકોરેશન દેખાડ્યું છે. રેમોએ વિડીયો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, આ મારા માટે બેસ્ટ ક્રિસમસ છે. લિઝેલ હું તને થેંક્યુ નહીં કહી શકું. આ એક બહુ જ નાનો શબ્દ છે. મારા બધા મિત્રો, પરિવારના લોકોને ધન્યવાદ અને ક્રિસમસની શુભેચ્છા.

 

View this post on Instagram

 

A post shared by Remo Dsouza (@remodsouza)

અન્ય એક વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં રેમો અને લિઝેલ ડાન્સ કરી રહ્યા છે. વીડિયોમાં લિઝેલ ઘણી ઈમોશનલ નજરે આવી રહી છે. રેમો અને લિઝેલના આ વીડિયોને વુમપલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. બંનેના આ વિડીયો જોઈને લોકો કમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Remo Dsouza (@remodsouza)

રેમો ડીસુઝાએ સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘રેસ -3’ નું દિગ્દર્શન કર્યું છે. આ મલ્ટિસ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર યોગ્ય ધંધા કરવામાં સફળ રહી હતી. રેમો ફિલ્મ ડાયરેકશની સાથે-સાથે મોટી ફિલ્મોની કોરિયોગ્રાફી પણ કરી ચુક્યા છે. રેમોએ તેની કરિયરની શરૂઆત 1995માં કરી હતી. વર્ષ 2000માં ‘દિલ પે મત લે યાર’ફિલ્મમાં તેને કોરિયોગ્રાફી કરી હતી. રેમો ડિસુઝાએ ફ્લાઈંગ જટ, રેસ-3, ફાલતુ, એબીસીડી, એબીસીડી-2 સ્ટ્રીટ ડાન્સર જેવી ફિલ્મ ડાયરેક્ટ કરી છે. આ સિવાય તે ઘણા રિયાલિટી શોમાં નજરે આવી ચુક્યો છે. રેમો ડિસુઝાએ ડાન્સ પ્લસ શોમાં જજની ભૂમિકા નિભાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)