જાણવા જેવું

દવાના પેકેટ પર લાલ રંગની લીટી જોઈ છે? દવા ખરીદો એ પહેલા આ જરૂર વાંચો

સામાન્ય રીતે જયારે આપણને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા જેવી કે માથાનો દુઃખાવો, શરદી-ખાંસી હોય ત્યારે ડોક્ટર પાસે જવાને બદલે તમે મેડિકલ સ્ટોરથી કોઈ મેડિસિન ખરીદો છો. ત્યારે કદાચ નોંધ્યું હશે કે કેટલીક દવાઓ એવી હોય છે કે જેના પર કોઈ ખાસ નિશાન નથી હોતા, અને કેટલીક દવાઓ એવી હોય છે કે જેના પર ખાસ પ્રકારના નિશાન બનેલા હોય છે કે જેમ કે લાલ લીટી, Rx કે NRx લખેલું હોય છે. આ બધા જ નિશાનોના અર્થ હોય છે. જો તમે ડોક્ટરની પ્રિસ્ક્રિપશન વિના આવી મેડિસિન ખરીદો છો અને વાપરો છો તો તમને આના ઘણા સાઈડ ઇફેક્ટ્સ થઇ શકે એમ છે.

Image Source

એટલે જો તમે પણ આવું જ કરો છો તો દવા ખરીદતા સમયે કેટલીક વાતોનું હંમેશા ધ્યાન આપવું જોઈએ. પૈસાના ચક્કરમાં જો આવું નહીં કરો તો તમે કોઈ નવી બીમારીને પણ નોતરું આપી શકો છો. તો મેડિકલ સ્ટોર્સ પરથી મળનારી દવાઓને લઇને એક મોટી વાત સામે આવી છે. તમે દવાઓ પર એક લાલ પટ્ટી જોતા હશો પણ શું તમે જાણો છો કે આ પટ્ટીનો શું અર્થ છે? તેના વિશેની લોકોમાં ઘણા પ્રકારની ધારણાઓ હોય છે જેને દૂર કરવી જરૂરી છે. આ સિવાય પણ ઘણા નિશાન બનેલા હોય છે જેના વિશે જાણકારી હોવી જરૂરી છે.

Image Source

લાલ પટ્ટી – મોટાભાગે તમે દવાઓ મેડિકલ સ્ટોરમાંથી લીધી હશે અને તેમાં કોઈ લાલ પટ્ટી પણ બનેલી જોઈ હશે. જયારે તમે આવી કોઈ એવી મેડિસિન ખરીદો છો કે જેના પર લાલ પટ્ટી બની છે તો એનો અર્થ એ છે કે આ મેડિસિન તમે ફક્ત ડોકટરના પ્રિસ્ક્રિપ્શન સિવાય ન તો વેચી શકાય કે ન તો વાપરી શકાય છે. એન્ટિબાયોટિક્સના ખોટા ઉપયોગને રોકવા માટે, દવાઓ પર ફક્ત લાલ પટ્ટી બનાવવામાં આવે છે.

Image Source

દવા પર લખેલા Rxનો અર્થ – દવા પર Rx લખ્યું હોય છે, તો Rxનો અર્થ એ થાય છે કે તમે આ દવાઓ ફક્ત ડોક્ટરની સલાહ અનુસાર જ ઉપયોગ કરો અને જો તમે આ દવાઓ ડોક્ટરની સલાહ વિના લો છો જે જેના પર Rx લખ્યું છે તો આનાથી તમને ઘણી નુકશાન થઇ શકે છે. જો દવાઓ પર ક્યાંય પણ Rx લખેલું જોવા મળે તો સમજી જાવ કે પહેલા ડોક્ટરની સલાહ લો અને પછી આ આ દવાનો ઉપયોગ કરો. અને જો એવું કરવામાં ન આવે તો આ દવાની અસરથી તમારા શરીર પર રિએક્શન આવી શકે છે.

Image Source

દવા પર લખેલા NRxનો અર્થ – જો તમે ધ્યાન આપ્યું હોય તો દવાઓ પર NRx પણ લખેલું હોય છે પણ શું તમને તેનો અર્થ ખબર છે. મેડિકલ સ્ટોરથી જયારે તમે એવી દવાઓ ખરીદો છો કે જેના પર NRx લખ્યું હોય છે તો એનો અર્થ એ થાય છે કે આ દવાઓ નશીલી છે અને એ જ તેને વેચી શકે છે, જેની પાસે આને વેચવાનું લાયસન્સ હોય છે. અને જે ડોક્ટર પાસે આ દવાઓ લખી આપવાનું લાયસન્સ હોય એ જ ડોક્ટર આને સજેસ્ટ કરી શકે છે. તો હવે તમે પણ આ દવાઓ ખરીદતા પહેલા આ વાતોનું ધ્યાન જરૂર રાખો.

Image Source

દવા પર લખેલા XRxનો અર્થ – XRx એક એવી દવા છે જેને એક એવો જ ડોક્ટર વેચી શકે છે જેની પાસે આનું લાયસન્સ હોય. આ દવા ડોક્ટર સીધો દર્દીને આપી શકે છે. દર્દી આ દવા કોઈ પણ મેડિકલ સ્ટોરથી ન ખરીદી શકે, ભલે એની પાસે ડોક્ટર દ્વારા લખી આપવામાં આવેલું પ્રિસ્ક્રિપ્શન પણ હોય.

તો હવે જયારે તમે કોઈ મેડિકલ સ્ટોરથી કોઈ દવાઓ ખરીદો છો તો તેના ઉપર જે નિશાન બનેલા હોય છે, એને જોઈને જાણકારી મેળવો કે આ દવાઓ કયા પ્રકારની છે. અને બની શકે તો દવાઓ ડોક્ટરની સલાહ અનુસાર જ લો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.