વેકેશન સ્પેશિયલ: બાળકોને ભાવશે પારલેજી બિસ્કિટની કેક, બની જશે એકદમ સરળતાથી, નોંધી લો રેસિપી

0

વેકેશન શરુ થવાને આડે ગણતરીના દિવસો જ બાળી છે ત્યારે ઉનાળો હોવાને કારણે બાળકો આખો દિવસ ઘરમાં જ રહેશે. અને એટલે જ તેઓને આખો દિવસ કઈંક નવું-નવું કરવા અને ખાવા જોઈશે. રોજ-રોજ તમે જો બાળકોને એ જ વાનગી બનાવીને આપશો તો પણ તેઓ કંટાળી જશે, એટલે આજે અહીં તમારા માટે એક નવી વાનગી લઈને આવ્યા છીએ, પારલે જી બિસ્કિટની કેક, જે બનાવવા માટે આપડે જોઈશે:

સામગ્રી:

  • 4 પેકેટ પારલેજી
  • દરેલી ખાંડ 6 ચમચી
  • 250 મિલી દૂધ
  • કોકો પાવડર 2 ચમચી
  • ઇનો 1 નંગ
  • પાણી 1 ચમચી

રીત:સૌપ્રથમ બિસ્કિટને મિક્સરમાં પીસી લો અને પછી એને ચાળી લો એકદમ પાવડર થઈ જવો જોઈએ.પછી એમાં કોકો પાવડરને પણ ચાળી લો અને પછી દરેલી ખાંડ એડ કરો.પછી એમાં દૂધ ધીરે ધીરે એડ કરો અને મિક્સ કરતા જાવ બરોબર મિક્સ કરી લો.પછી એમાં છેલ્લે ઇનો એડ કરી એના ઉપર પાણી રેડો પછી ફરી મિક્સ કરી લો.પછી બેક કરવા માટે એક કેકની ટ્રે ગ્રીસ કરી લો અને બેક કરવા માટે એક પેનમાં મીઠુ મૂકી એના ઉપર સ્ટેન્ડ મૂકી કેકની ટ્રે મૂકી ઢાંકી દો.5 મિનિટ બેક થવા દો કેક તૈયાર થઈ જશે અને પછી એને કાઢીને સર્વ કરો.છે ને એકદમ સરળ તો અ રેસીપી જરૂરથી બનાવજો અને રેસીપી કેવી લાગી અમને જણાવજો.આ વેકેશનમાં તમારા બાળકો માટે આ કેક જરૂરથી બનાવજો કેમ કે વેકેશનમાં આવી નવી નવી રેસીપી તમારા બાળકો માગશે તો જરૂરથી બનાવીને ખવડાવજો.

રેસીપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here