રસોઈ

શ્રાવણ સ્પેશિયલ: માત્ર પાંચ મિનિટમાં ઘરમાં રહેલ ફરાળી સામગ્રીમાંથી બનાવો એક્દમ સ્વચ્છ ફરાળી લોટ હવે ઘરે

શ્રાવણ મહિના જેવા પવિત્ર મહિનામાં ઉપવાસ તો દરેકના ઘરે કોઈ ને કોઈ કરતું જ હશે અને સાથે દરેકના ઘરમાં ફરાળ પણ બનતું જ હશે. જો ફરાળ ઘરે બનાવો છો તો ફરાળી લોટ બહારથી શા માટે ખરીદવો? એના કરતાં ઘરે જ એક્દમ સ્વચ્છ લોટ આપણાં હાથે જ કેમ ના બનાવીએ? તો ચાલો આજે માત્ર 5 મિનિટમાં જ બનતા ફરાળી લોટને કેવી રીતે બનાવવો એની રીત જોઈએ અને ફરાળી લોટ બનાવવા માટેની સામગ્રી એ પણ પરફેક્ટ માપ સાથે જોઈએ.

સામગ્રી

  • 100 ગ્રામ રાજગ્રાનો લોટ (1 કપ)
  • 50 ગ્રામથી થોડો વધારે સામો (અડધાથી કપથી થોડો વધુ)
  • 25 ગ્રામ – સાબુદાણા
  • 2 ચમચી – શિંગોળાનો લોટ

બનાવવાની રીત

1. સૌથી પહેલા આપણે સાબુદાણા અને સામાને સાફ કરી લેવાના છે. ત્યારબાદ પહેલા આપણે એક મિક્સર લઈ મિકસરની જારમાં સામાને ભરી લો.

2. હવે સામાને એક્દમ બારીક દળી લો. ધ્યાન રાખો સામો બને એટલો વધારે બારીક જ દળવાનો છે એટ્લે મિકસરના આંટા વધારે ફેરવો. સામો એકદમ સરસ દળાઈ જાય એટલે દળેલા સામાને એક પ્લેટમાં કાઢો.

3. હવે એ જ મિક્સર જારમાં સાબુદાણા લો.

4. જેવી રીતે સામો આપણે દળ્યો છે એમ જ સાબુદાણા પણ દળી લઈશું, પરંતુ સાબુદાણા એકદમ સખત હોવાથી સાબુદાણાને બારીક થતાં થોડી વાર લાગશે એટલે મિક્સરને વધારે વખત ચાલુ રાખી દળી લેવાનું છે.

5. હવે દળાઈ ગયેલ સાબુદાણાના લોટને પણ એક પ્લેટમાં કાઢી લો.

6. ત્યારબાદ એક સાફ ચારણી લઈ તેમાં દળેલો સામો, દળેલા સાબુદાણા, રાજગ્રાનો લોટ તેમજ શિંગોળાનો લોટ આ બધા લોટ ઉમેરી સરખી રીતે ચાળી લો.

7. તૈયાર છે ફરાળી લોટ

8. આ ફરાળી લોટની એક એરટાઈટ બરણીમાં ભરી તમે ફ્રીજમાં બે મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રિજ વગર આ લોટ પંદર દિવસ સુધી સારો રહેશે. આ ફરાળી લોટમાંથી તમે રોટલી, ભાખરી, પરોઠા, પૂરી અને મૂઠિયાં આરામથી બનાવી શકો છો.

સૌજન્ય : ફૂડ શિવા

શ્રાવણ સ્પેશિયલ એક્દમ સ્વચ્છ ફરાળી લોટ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks