જ્ઞાન-જાણવા જેવું રસોઈ

શું તમારા ભાત વધે છે? તો બનાવો વધેલા ભાતમાંથી ટેસ્ટી વડી જે બધાને ખુબ જ પસંદ આવશે, નોંધી લો રેસિપી

આપણા ઘરમાં રોજ કોઈ નવી વાનગી બને કે ન બને પણ દાળ ભાત તો બને જ, અને પછી ભાત વધે પણ ઘણા બધા, અને એ પછી સાંજે આ ભાતને વઘારીને ખાવા પડે, કે બીજા દિવસે સવારે ફેંકી દેવા પડે. બધાના જ ઘરમાં ભાત વધવાની આ સમસ્યા તો હશે જ, ત્યારે જો તમને કોઈ દિવસ વધેલા ભાતની કોઈ નવી વાનગી ખાવા મળે તો? આજે તમારા માટે હાજર છે વધેલા ભાતમાંથી એક નવી વાનગી બનાવવાની રેસિપી –

સામગ્રી

  • વધેલો ભાત 2/3 કપ
  • લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • ઝીરું 1 ચમચી
  • મીઠુ સ્વાદનુસાર
  • પાણી 2 ચમચી
  • તેલ તળવા માટે

રીતસૌપ્રથમ વધેલા ભાત લઇ લો એમાં લીલા મરચા ની પેસ્ટ ઝીરું એડ કરી મિક્સ કરી લો અને લોટ જેવું બાંધી લો અને થોડું ડ્રાય કરવા માટે પાણી એડ કરી શકો છો
પછી ગોળ ગોળ વાળી વાળી લો અને એને તાપ માં સુકવી લો
સુકાય જાયઃ એટલે એને તેલ માં તળી લો
અને સર્વ કરો તૈયાર છે વધેલા ભાત માં વડીઓ જરૂર થી બનાવજો
અ રેસીપી કેવી લાગી અમને જણાવજોરેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks