લફડેબાજ પતિથી ખુબ તકલીફ ભોગવી છે રશ્મિએ, આવી આવી પીડા સહન કરેલી છે- જાણીને રુવાડા ઉભા થઇ જશે
બિગ બૉસ-13 ની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી રશ્મિ દેસાઈ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. રશ્મિએ પોતાના અભનીયથી દરેકનું દિલ જીત્યું છે, જો કે પોતાના અભિનયની સાથે સાથે રશ્મિ પોતાના વ્યક્તિગત જીવનને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. આજે અમે તમને રશ્મિના જીવનના અમુક કિસ્સાઓ જણાવીશું.

રશ્મિનું જીવન જો કે દર્શકો માટે એક ખુલ્લા પુસ્તકની જેમ હશે પણ તેના જીવનમાં ઘણા રહસ્યો દફન છે. રશ્મિને પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો હતો. રશ્મિની એકલતા અને માયૂસી બીગ-બૉસમાં પણ જોવા મળી હતી.

રશ્મિએ માત્ર 19 વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું પણ તેને સાચી ઓળખ ટીવી શો ઉતરન દ્વારા મળી હતી. રશ્મિ અને તેના પતિ નંદિશની પહેલી મુલાકાત પણ આ જ શોના સેટ પર થઇ હતી અને વર્ષ 2012માં લગ્ન કર્યા પણ લગ્નના એક વર્ષ પછી બંન્ને વચ્ચે મનમુટાવ થવા લાગ્યા અને ચાર વર્ષ પછી નંદીશથી અલગ થઇ ગઈ.

લગ્ન તૂટવાનું કારણ નદીંશના ઘણી મહિલાઓ સાથેના અફેર્સ માનવામાં આવ્યું હતું જ્યારે નંદીશનું કહેવું હતું કે તે રશ્મિના વધારે પડતા સંવેદનશીલ વ્યવહારથી પરેશાન હતા. અને તે સમયે નંદીશની અમુક તસવીરો પણ સામે આવી હતી જેમાં તે અન્ય મહિલાઓ સાથે ફ્લર્ટ કરતો દેખાયો હતો.

પોતાના છૂટાછેડા વિશે વાત કરતા રશ્મિએ કહ્યું હતું કે,”જો નંદીશે અમારા સંબંધને અમુક ટકા પણ માન આપ્યું હોત તો પણ અમારી વચ્ચે આવું ન થાત. મને તેની મહિલા મિત્રો સાથે કોઈ જ વાંધો ન હતો, મેં ક્યારેય તેના પર શંકા કરી ન હતી. હું મારા કામ અને યાત્રામાં વ્યસ્ત હતી. અને મને એ પણ ખરાબ ન હતી કે તે કોઈને ડેટ કરી રહ્યો છે કે નહિ. હું તેના મંગલ ભવિષ્ય માટે કામના કરું છું.”

જો કે બંન્નેએ પોતાના સંબંધને એક મૌકો ચોક્કસ આપ્યો હતો. જેના માટે બંનેએ નચ બલિયે-7 માં ભાગ લીધો હતો. આ શો માં જ રશ્મિએ પોતાના મિસકૈરીજ વિશેનો ખુલાસો કર્યો હતો કે કેવી રીતે મિસકૈરીજ થયા પછી તે તૂટી ગઈ હતી. આ શોમાં બંન્ને વચ્ચેની ખુબ સારી બોન્ડિંગ જોવા મળી હતી પણ શો પૂરો થતા જ ફરીથી બંન્ને વચ્ચે મનમુટાવ થયા અને આખરે છૂટાછેડા લઇ લીધા.

જેના પછી રશ્મિનું નામ અભિનેતા અને મૉડલ અરહાન ખાન સાથે જોડાયું હતું. ખબર તો એવી પણ આવી હતી કે બંન્ને લિવ ઈન રિલેશનમાં રહી રહ્યા છે. એક શો માં અરહાને રશ્મિને પ્રપોઝ પણ કર્યું હતું જો કે અમુક સમય પછી બંને વચ્ચે ખટાશ આવવા લાગી. રશ્મિને ખબર પડી કે અરહાન પહેલાથી જ વિવાહિત હતા અને બે બાળકોના પિતા પણ હતા અને આ વાત તેણે રશ્મિથી છુપાવી રાખી હતી. અને રશ્મિએ અરહાન સાથેનો સંબંધ પણ તોડી નાખ્યો.