અજબગજબ

શું તમે જોયો દુર્લભ ગુલાબી હીરો? આટલા અબજ કરતા પણ વધારે રૂપિયામાં થશે નીલામી

અત્યારે સુધી તમે જે પણ હીરા જોયા હશે એ સફેદ અને પારદર્શી જ જોયા હશે પરંતુ શું તમે ક્યારેય રીંગણી-ગુલાબી રંગનો હીરો જોયો છે? હા, આ એકદમ સાચું છે. રુસની અંદર ખનન દરમિયાન એક ગુલાબી હીરો મળ્યો છે જેની હવે નીલામી થવાની છે.

Image Source

નિલામીમાં આ ખુબ જ દુર્લભ હીરાને 38 મિલિયન ડોલર એટલે કે 2,78,56,57,000 રૂપિયામાં વેચાવવાની આશા છે. આ હીરાને સોથબી નામની એજન્સી નીલામ કરશે.

Image Source

ખુબ જ દુર્લભ આ ઈંડા આકારના હીરાનું નામ “ધ સ્પિરિટ ઓફ ધ રોજ” રાખવામાં આવ્યું છે. નીલામી દરમિયાન રજૂ કરવામાં આવનારા હીરાઓમાં આ સૌથી મોટો હીરો છે. હાલના વર્ષોમાં દુનિયાના અમીર લોકો આવા ખાસ પથ્થરો અને આભૂષણને લઈને આકર્ષણ વધતું જોવા મળી રહ્યું છે.

Image Source

સોથબી તરફથી જણાવવામાં આવ્યું છે કે આ હીરાને રુસી હીરા કંપની અલરોસા દ્વારા ખનનમાંથી શોધીને કાઢવામાં આવ્યો છે. 14.83 કેરેટનો આ હીરો રૂસમાં મળી આવતા સૌથી મોટા ગુલાબી ક્રિસ્ટલમાંથી એક છે.

Image Source

સોથબીના આભૂષણ પ્રયોગના વિશ્વવ્યાપી અધ્યક્ષ ગૈરી શુલરનું કહેવું છે કે: “પ્રકૃતિમાં ગુલાબી હીરાની ઘટના કોઈપણ આકારમાં અત્યંત દુર્લભ છે. ગુલાબી હીરાનો ફકત એક પ્રતિશત 10 કેરેટથી મોટો હોય છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.