મનોરંજન

સતત ચોથી વખત જામીન રદ્દ થવા ઉપર ગુસ્સે ભરાયો આ સેલિબ્રિટી, જે કહ્યું એ જાણીને અચંબામાં પડી જશો

મુંબઈ આર્યન કેસમાં મોટી અપડેટ સામે આવી છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ના ઓફિસરે હમણાં જ અનન્યા પાંડેના ઘરે આવી છે. અહીંયા ટીમે અનન્યાને સમન્સ પાઠવ્યું છે. બૉલીવુડ એક્ટ્રેસ અનન્યા આજે બે વાગે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે જાણીતા બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની દીકરી છે.

સ્વાભાવિક છે કે NCB ના ઓફિસરો આજે જ્યારે અનન્યા પાંડેના ઘરે આવ્યા ત્યારે તે ઘરમાં નહોતી. આથી જ પૂછપરછ માટે 2 વાગે બોલાવવામાં આવી છે. NCBએ અનન્યાનો ફોન જપ્ત કર્યો છે. એક ઓફિસરે કહ્યું હતું કે અનન્યાને સમન્સ પાઠવવું એટલે એમ નહીં કે તે શંકાસ્પદ છે. આ તપાસનો હિસ્સો છે.

અનન્યા પાંડેનું નામ આવતા જ ફેન્સ હચમચી ઉઠ્યા છે અને અનેક સવાલો થઈ ચર્ચામાં ચાલી રહ્યા છે. અનન્યાને આર્યન ખાનના કેસ અંગે સવાલ કરવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે શાહરૂખનો દીકરાની વ્હોટ્સએપ ચેટમાં બૉલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેનું નામ હતું. આ પહેલાં એવી ચર્ચા હતી કે એક જાણીતા બોલિવૂડ પરિવારની દીકરી સાથે આર્યને ચેટ કરી હતી. પરિવારની આ દીકરી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે.

તમને જણાવી દઈએ કે બૉલીવુડ ફેમસ એક્ટર ચંકી પાંડે તથા SRK ના કિડ્સ વચ્ચે એક સ્પેશિયલ બોન્ડિંગ છે. શાહરુખની દીકરી સુહાના તથા અનન્યા ખાસ મિત્રો છે. આર્યન ખાન સાથે પણ અનન્યાની મિત્રતા છે. આ બધા જ સ્ટારકિડ્સ સાથે પાર્ટી, હેંગઆઉટ કરતા હોય છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અનન્યાએ બોલિવૂડ ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’થી ડેબ્યૂ કર્યું હતું.

બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ડગ કેસની અંદર છેલ્લા ઘણા દિવસથી જેલની અંદર બંધ છે, આજે પણ તેની જામીન માટે સુનાવણી થઇ હતી, પરંતુ કોર્ટ દ્વારા સતત ચોથી વાર આર્યન ખાનના જામીન રદ્દ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે આ વાતને લઈને શાહરુખના ચાહકોમાં ઘણી નારાજગી પણ જોવા મળી રહી છે.

આર્યન ખાનના જમીન રદ્દ થવાના કારણે તેને હવે આર્થર રોડ જેલમાં જ બંધ રહેવું પડશે. આ બધા વચ્ચે જ શાહરુખ ખાનની ફિલ્મ “રઈશ”ના નિર્દેશક રાહુલ ધોળકિયાએ પણ આ મામલે પોતાનું રિએક્શન પણ સામે આવ્યું છે. રાહુલ ધોળકિયાએ ટ્વીટર ઉપર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

તેમને લખ્યું છે કે, “અપમાનજનક !! તમે કહી રહ્યા છો કે તેના ફોનમાંથી મળી આવેલી વૉટ્સએપ ચેટના અઢાર ઉપર તેને આંતરાષ્ટ્રીય રેકેટથી સંભવિત સંબંધ છે, જેને તમને બસ્ટ અને જપ્ત કરી લીધા છે જ્યાં તેમની પાસે કઈ નહોતું ? અને તમે ઘણા દિવસથી માછલી પકડી રહ્યા છો અને હજુ સુધી કઈ નથી મળ્યું ?” તેમના દ્વારા કરવામાં આવેલી આ ટ્વીટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા 2 ઓક્ટોબરની રાત્રે મુંબઈથી ગોવા જય રહેલા લકઝરી ક્રુઝમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં છાપા મારી કરી હતી. આ પાર્ટીમાં આર્યન ખાન પણ હાજર હતો. એનસીબીનો દાવો છે કે પાર્ટીમાં પ્રતિબંધિત નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યો છે. આ છાપામાં એનસીબી દ્વારા 8 લોકોની પુછપરછ કરવા માટે હિરાસતમાં લેવામાં આવ્યા છે, જેમાં આર્યન ખાન પણ સામેલ છે.

સુપરસ્ટારના આ મુશ્કેલ સમયમાં તેને ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોનો સહયોગ મળી રહ્યો છે. ત્યારે હવે દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તર પણ શાહરૂખ ખાન અને તેમના દીકરા આર્યન ખાનના સપોર્ટમાં આવ્યા છે. તેમણે આર્યન ખાનનો બચાવ કર્યો છે. જાવેદ અખ્તરે મંગળવારના રોજ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે પોતાના હાઇ પ્રોફાઇલ સ્વભાવને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણીવાર નિશાના પર રહે છે અને તેને કિંમત પણ ચૂકવવી પડે છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યુ છે જયારે સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન ડગ કેસ મામલે જેલમાં છે. ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા જાવેદ અખ્તરે બોલિવૂડ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

તેમને પૂછવામાં આવ્યું કે તે સોશિયલ મીડિયા પર એ વાત ફેલાઈ છે કે આર્યન ખાન વિરુદ્ધ કેસ ફિલ્મ ઉદ્યોગને નિશાન બનાવીને જાણીજોઇને કરવામાં આવી રહ્યો છે. આ અંગે ગીતકારે કહ્યું, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હાઇ પ્રોફાઇલ હોવાને કારણે આ કિંમત ચૂકવવી પડે છે. જયારે તમે હાઇ પ્રોફાઇલ હોવ છો તો લોકોને તમને નીચે ખેંચવામાં મજા આવે છે. તે તમારા પર ગંદકી ફેકે છે. જો તમે કંઇ છો નહિ તો તમારા પર પથ્થર ફેકવાનો સમય કોના પાસે છે ?

NCB એ ડ્રગ્સ કેસમાં શાહરુખના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી છે. હાલમાં તે મુંબઈની આર્થર જેલમાં છે. આવા સમયે બોલીવુડ શાહરૂખના સમર્થનમાં આવી રહ્યુ છે. કેટલાક કલાકારો આ મામલે વધારે પ્રતિક્રિયા આપી રહ્યા નથી, જ્યારે કેટલાક લોકો એવા છે જે આર્યનને ખુલ્લેઆમ ટેકો આપી રહ્યા છે અને તેને જેલમાંથી બહાર નીકાળવાની માંગ કરી રહ્યા છે. આ બાબતે, હવે જાવેદ અખ્તરે કહ્યું કે- બંદર પર પકડાયેલા 1 અબજ ડોલરની કોકેઈન વિશે મેં ક્યાંય એક પણ હેડલાઈન વાંચી નથી.