ખબર

નોઈડામાં રેકેટનો ભાંડો ફૂટ્યો, જાણૉ લોકડાઉનમાં કેવી રીતે ગેસ્ટહાઉસમાં બોલાવવામાં આવતા હતા હાઈપ્રોફાઈલ ગ્રાહકો?

કોરોના વાયરસ અને લોકડાઉન વચ્ચે ગ્રેટર નોઈડાના સેક્ટર સિગ્મા સ્થિત ગેસ્ટ હાઉસમાં પોલીસે રેકેટનો ભાંડો ફોડયો છે. એક તરફ જ્યાં દેશ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યો છે તો અમુક લોકોને એશોરઆરામ સિવાય કંઈ જ નથી દેખાતું. લોકડાઉનમાં ચતુરાઈ સાથે હાઈ પ્રોફાઈલ ગ્રાહકોને આ ગેસ્ટહહાઉસમાં બોલાવવામાં આવતા હતા. આ હાઈપ્રોફાઈલ ગ્રાહકો પાસેથી મોટી રકમ લઈને એશો-આરામની બધી જ સુવિધાઓ પુરી પાડવામાં આવતી હતી.

પોલીસને જયારે આ ઘટના અંગની જાણકારી મળી ત્યારે તેને દરોડા પડી ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજર સહિત 6 લોકોની ધરપકડ કરી છે.

ડીસીપી રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, બીટા-2 પોલીસ અધિકારી સુજીત કુમાર ઉપાધ્યાયને સૂચના મળી હતી કે, ગ્રેટર નોઈડાની સિગ્મા 1 સોસાયટી ગેસ્ટ હાઉસમાં રેકેટ ચાલી રહ્યું છે. આ બાદ તેને અધિકારીઓ સાથે નોઈડાના બૃજનંદન રાયે પોલીસ બળ સાથે સિગ્મા એકમ શિવમ ગેસ્ટ હાઉસમાં છાપો માર્યો હતો.

આ છાપા દરમિયાન પોલીસે ગેસ્ટ હાઉસના માલિક અનીશ કશ્યપ રહે એ-11 સી વિલ્સ આઈ ન્યુ દિલ્હી હાલ બી-261 સિગ્મા 1 થાના બીટા-2 જનપદ ગૌતમ બુદ્ધ નગર, મેનેજર દીપાલ કૃષ્ણ નિવાસી જગોઇ, રાહુલ શર્મા, નીરજ કુમાર અને 2 મહિલાઓને ઝડપી પાડી હતી.

પોલીસે 7 મોબાઈલ ફોન, ગર્ભનિરોધક દવા, સ્કૂટી, બાઈક, 12600 રોકડા, એટીએમ કાર્ડ, આધારકાર્ડ સહિતનો સામાન ઝડપી પાડયો હતો.