લોકડાઉનને કારણે હાલ ભારતના લોકો પોતપોતાનાં ઘરમાં બેઠેલા છે ત્યારે સરકારે દૂરદર્શન પર રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરીયલ ફરીવાર ટેલિકાસ્ટ કરીને હરેક ઘરમાં આનંદનો માહોલ સર્જી દીધો છે. દરરોજ સવારે અને રાત્રે નવ વાગ્યે એક કલાક પ્રસારિત થતા રામાયણના એપિસોડ લાખો ઘરોમાં જોવાય છે. ઉલ્લેખનીય છે, કે રામાયણે ટીઆરપીની સ્પર્ધામાં પણ હાલ તો બધી સિરીયલોને હંફાવી દીધી છે.

એવામાં હમણા લોકો રામાયણનાં પ્રસારણમાં થતી બેકાળજીને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી દૂરદર્શન પર સવાલો ઉઠાવી રહ્યા છે. ટ્વિટર પર લોકો કહી રહ્યા છે, કે રામાયણ દેખાડવું જ હોય તો સરખું દેખાડો!
હરખને બદલે શોક!:
‘બેસ્ટ ફિલ્મ સમીક્ષક’નો નેશનલ એવોર્ડ મેળવી ચૂકેલા જાણીતા પત્રકાર અનંત વિજયે ટ્વિટ કર્યું કે, રામનવમીને દિવસે જ્યારે આખો દેશ રામજન્મની વધામણી આપી રહ્યો હતો ત્યારે દૂરદર્શન દશરથ રાજાની અંતિમક્રિયા દેખાડતું હતું! હરખની જગ્યાએ શોકની ધૂન વાગતી હતી. પ્રકાશ જાવડેકર (સૂચના અને પ્રસારણ મંત્રી) પણ રામાયણ જૂએ છે એ ખબર હોવા છતા દૂરદર્શન આવી લાપરવાહી કરે છે!
.@DDNational रामायण के प्रसारण को लेकर कितना लापरवाह है ये जानते हुए कि @PrakashJavdekar जी स्वयं ये सीरियल देखते हैं –
१) रामनवमी के दिन जब हर घर में रामजन्म का उत्सव मनाया जा रहा था, दूरदर्शन पर दशरथ की अंत्येष्टि हो रही थी, भए प्रकट कृपाला की जगह शोक धुन बजता रहा घंटे भर pic.twitter.com/1SMl0Kx5H2— अनंत विजय/ Anant Vijay (@anantvijay) April 7, 2020
એકનો એક એપિસોડ બીજી વાર:
અનંત વિજયે વધારે એક ટ્વિટ કરીને કહ્યું કે, કાલે સુગ્રીવના રાજ્યાભિષેક પછી ચાતુર્માસનો પ્રસંગ દેખાડ્યો. આજે ફરીવાર વાલીના વધનો પ્રસંગ દેખાડે છે! આ શું ચાલી રહ્યું છે?
એક યુઝરે અનંત વિજયના ટ્વિટનો રિપ્લાય આપતા કહેલું, કે વાલીવધનો પ્રસંગ પણ અધૂરો બતાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘણા લોકો રામાયણ સમયે આપવામાં આવતી જાહેરાતોથી પણ ઘણા પરેશાન છે. લોકો કહે છે, કે એડવર્ટાઇઝ ખૂબ વધી જાય છે!

ઉલ્લેખનીય છે, કે લોકડાઉનના પિરીયડમાં લોકોને મનોરંજન મળી રહે તે માટે દૂરદર્શન પર જૂની અને લોકોનાં હ્રદયમાં જગ્યા બનાવી ચૂકેલી સિરીયલો રી-ટેલિકાસ્ટ થઈ રહી છે. જેમાં રામાયણ, મહાભારત, ચાણક્ય, ઉપનિષદગંગા અને શક્તિમાન જેવી લોકપ્રિય સિરીયલોનો સમાવેશ થાય છે.
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.