જ્યોતિષ શાસ્ત્ર

પુરાણો અને ગ્રંથમાં કલિયુગ બાબતે કહેલી ભયાનક વાતો થઇ રહી છે સાચી, વાંચો સમગ્ર અહેવાલ

આજે આપણે મોડર્ન બનવા પાછળ દોડીએ છીએ. મોર્ડન બનવા પાછળ આપણે ઘણું બધું જોતા નથી. ત્યારે આપણે બધાને પાછળ મૂકીને જ આગળ વધી રહ્યા છે. પરંતુ પુરાણો અને ગ્રંથમાં બદ્લાતા જતા સામાજિક પરિવેશમાં પહેલાથી જ કહેવામાં આવ્યું હતું. ગ્રંથો અને પુરાણોમાં કરવામાં આવેલી ભવિષ્યવાણીમાંથી થોડી તો સાચી પડી છે. અને અમુક ભવિષ્યવાણી સાચી પડવાના સંકેત મળવા લાગ્યા છે.

Image Source

આજે અમે તમને એવી જ કંઈક ભવિષ્યવાણી વિષે જણાવીશું

વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું હતું કે, ઉધોગોની બોલબાલા હશે
વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું હતું કે, કળિયુગના સમયમાં ઉધોગો અને મશિનરીહની જ બોલબાલા હશે. ત્યારે આજે આપણે બધા જોઈએ છે કે આજે આપણે બધું મશીનરી અને ઉધોગો પર જ છે. ત્યારે આપણે જોયું કે વિષ્ણુ પુરાણમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી છે.

વાળ ઉપર વધારે ધ્યાન દેવામાં આવશે.
વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું હતું કે, કકેશ સજ્જ એટલે કેવાળ પર સૌથી વધારે ધ્યાન દેવામાં આવશે. આ વાત આપણે બધા જાણીએ છીએ કે આજે સૌથી વધુ ટાઈમ વાળ પાછળ જ પસાર થાય છે. આજકાલ માર્કેટમાં કેટલી પ્રકારની હર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ પાછળ પૈસા અને સમયનો વ્યય થાય છે. આ વાત સાચી પડી છે.

ઉંમરમાં ઘટાડો
વિષ્ણુપુરાણમાં કહેવામાં આવ્યું હતું કે, મનુષ્યની ઉંમરમાં ધીરે-ધીરે ઘટાડો થશે. અને છેલ્લે આ ઉંમર 20 વર્ષ થઇ જશે. ત્યારે આપણે બધા જોઈએ કે કે આજકાલ નાના બાળકોને ગંભીર બીમારી લાગુ પડવા લાગી છે. ત્યારે આ પરથી કહી શકાય કે ઘટતી ઉંમરની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. ત્યારે આ તરફ જ ઈશારો છે.

Image Source

વૃધ્ધોને તકલીફ રહેશે

बहु दाम संवाहरिं धाम जती। बिषया हरि लीन्हि न रहि बिरती। तपसी धनवंत दरिद्र गृही। कलि कौतुक तात न जात कही।।
અર્થ : વિષ્ણુપુરાણમાં કહેવામાં આવ્યું હતું કે,સન્યાસીના ધામ બહુજ મોટા અને સંપન્ન હશે. તેનામાં વિષયોને લઈને આસક્તિ રહેશે. વૈરાગ્યનો ભાવ નહીં હોય. પરંતુ ગૃહસ્થ જીવનજીવવાવાળા હેરાન હશે. લોકોના વિચાર હલકા થી જશે. મોટા-નાનાનું કંઈ જ નહીં રહે. આપણે જોઈએ છે કે આજકાલના વૃધ્ધો હડધૂત થતા હોય છે. જેના કારણે તેને જિંદગીના અંતિમ પડાવમાં વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે.

રામચરિત માનસ: આ બાબતે પણ થોડું જાણી લઈએ

તુલસીદાસે રામચરિત માનસના ચોપાઈમાં કહ્યું હતું તે આજે સાચું થઇ રહ્યું છે.

मारग सोई जा कहुं जोई भावा। पंडित सोर्ई जो गाल बजावा।। मिथ्यारंभ दंभ रत जोई। ता कहुं संत कहइ सब कोई॥
આ ચોપાઈનો અર્થ થાય છે કે, જેને જે સારું લાગશે તે જ તેના માટે રસ્તો હશે. કોઈ ઢંગધડા વગરની મોટી-મોટી વાતો કરશે. તે જ પંડિત કહેવાશે. સાથે જ જે પાખંડ કરશે તે જ સંત કહેવાશે. આ વાત સાચી પડી રહી છે. આજે આપણા સમાજમાં એવા ઘણા દાખલ આપણી સામે છે.

Image Source

રામચરિત માનસ : કળિયુગમાં સાધુ સંન્યાસી આવા હશે

निराचार जो श्रुति पथ त्यागी। कलिजुग सोइ ग्यानी सो बिरागी। जाकें नख अरु जटा बिसाला, सोइ तापस प्रसिद्ध कलिकाला।।
અર્થાત: જે લોકોનું આચરણ સારું નહીં હોય. જે શાસ્ત્રો અને ધર્મના માર્ગને છોડી દેશે. કલિયુગમાં આ લોકો જ જ્ઞાની કહેવામાં આવશે. સાધુ સંતો લાંબા વાળ અને લાંબા નખવાળા હશે તે લોકો તપસ્વી કહેવાશે. આ વાતનો ઈશારો આપણને પહેલાથી જ આવી ગયો હતો અને આજના સમયમાં હવે છે સાચું પડી રહ્યું છે.

Image Source

લોકો પૂજનીય માનીને તેને જ અનુસરશે
असुभ बेष भूषन धरें भच्छाभच्छ जे खाहिं।तेइ जोगी तेइ सिद्ध नर पूज्य ते कलिजुग माहिं।।
અર્થાત જે લોકો અસભ્ય રીતે કપડાં પહેરશે, ખાવા યોગ્ય અને ના ખાવા યોગ્ય બધું જ ખાશે. એ લોકો જ પ્રસિદ્ધિ પામશે અને લોકો તેને જ પૂજનીય માનીને તેનું અનુકરણ કરશે. આજે આપણે જોઈએ છે કે યુવાનો ગમે તે કપડાં પહેરે છે જેને લોકો ફેશન કહે છે. જયારે આજનું યુવાધન બધું જ ખાય છે. જેને લોકો શોખ કહે છે. અને આ બધા લોકોને અનુસરીને જ આજની દુનિયા ચાલે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.