મનોરંજન

પતિ નિક સાથે મળીને આ શું કરવા લાગી પ્રિયંકા ચોપરા, વાયરલ થયો VIDEO

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પતિ અમેરિકન સિંગર નિક જોનસ ઇટલીમાં વેકેશન એન્જોય કરી રહયા છે, ત્યારે તેઓની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. નિકે પોતાની અને પ્રિયંકાની ડેટ નાઈટની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે ખૂબ જ વાયરલ થયા છે. આ તસવીરો તેમને એક ડેટ નાઈટ પર કૂકિંગ ક્લાસ લીધી હતી, ત્યારની છે.

વિડીયો અને તસવીરો પોસ્ટ કરતા નિકે લખ્યું, ‘અજબ ડેટ નાઈટ કૂકિંગ.’ આ શેર કરવામાં આવેલા એક વીડિયોમાં પ્રિયંકા પોતાના એક હાથમાં વાઈનનો ગ્લાસ પકડી રાખ્યો છે અને બીજા હાથેથી સ્ટોવ પર રાખેલા પેનમાં પાસ્તા સોસ હલાવી રહી છે. આ વીડિયોમાં પ્રિયંકા કહી રહી છે કે તેને કૂકિંગ નથી આવડતું પણ જો શીખવવા માટે તેની પાસે શેફ છે તો તેને લાગે છે કે તે કરી શકશે. પ્રિયંકાએ જણાવ્યું કે નિકના સાથે રહેવાથી સારું લાગે છે જેથી એ પણ જોઇ શકે કે એ કોશિશ તો કરી રહી છે.

 

View this post on Instagram

 

Date night cooking extravaganza.

A post shared by Nick Jonas (@nickjonas) on

બીજો એક વિડીયો છે, જેમાં નિક પાસ્તા બનાવતા દેખાઈ રહયા છે. સાથે જ બંનેની તસવીરો છે, જેમાં બંને પોતાની બનાવેલી પાસ્તા શીટ્સ સાથે ખુશી-ખુશી પોઝ આપી રહયા છે.

 

View this post on Instagram

 

They look beautiful 😭 #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ પેરિસમાં પ્રિયંકાના જેઠ-જેઠાણી જો જોનસ અને સોફી ટર્નરના લગ્ન યોજાયા હતા. જેમાં પ્રિયંકા દેશી લૂકમાં જોવા મળી હતી. તેનો આ લૂક પણ ખૂબ જ વાયરલ થયો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks