ફિલ્મી દુનિયા

ફોટો પડાવવાના હરખમાં હતી પ્રિયંકા ચોપરા, કરી બેઠી આવડી મોટી ભૂલ પછી જે થયું

બોલિવૂડ અને હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજકાલ ભારત આવેલી છે. તે ફિલ્મ વ્હાઇટ ટાઇગરના શૂટિંગ માટે દિલ્હીમાં છે પણ અત્યારે તે કેટી પેરીના શોમાં સામેલ થવા માટે મુંબઈ ગઈ છે. તે અવારનવાર તેના પરિવાર સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને એ માટે તે સોશિયલ મીડિયા પર ચર્ચાઓમાં પણ રહે છે.

સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોવર્સ છે, પણ તેની એક ભૂલના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી રહે છે. ત્યારે અત્યારે પણ આવી જ એક તસ્વીર માટે તે ટ્રોલ થઇ રહી છે.

પ્રિયંકાએ હાલમાં જ પોતાની ઇન્સ્ટાસ્ટોરીમાં એક તસ્વીર શેર કરી છે, જેમાં તે પોતાની માતા સાથે ઉભેલી દેખાય છે. માતા મધુ ચોપરા અને અને બીજા નજીકના લોકો સાથે પ્રિયંકા ખૂબ જ સારી દેખાઈ રહી છે, પણ આ ફોટો ક્લિક કરવાના ચક્કરમાં એક પગમાં ચપ્પલ પહેરવાનું ભૂલી ગઈ છે.

Image Source

આ તસ્વીરમાં સ્પષ્ટ દેખાય છે કે પ્રિયંકાના એક પગમાં ચપ્પલ છે અને બીજા પગમાં તેને કશું જ પહેર્યું નથી. આ પ્રકારની તસ્વીરને ઉતાવળમાં તસ્વીર ક્લિક કરાવવી કહી શકાય.

 

View this post on Instagram

 

“The wound is the place where the Light enters you.” – Rumi #setlife #musings

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

સોશિયલ મીડિયા પર આ તસ્વીર ખૂબ જ વાયરલ થઇ રહી છે, ત્યારે તેમના ચાહકો પણ આ તસ્વીર પર પોતાની પ્રતિક્રિયા આપી રહયા છે. નોંધનીય છે કે પ્રિયંકા ચોપરા કોઈને કોઈ કારણોસર ચર્ચાઓમાં જ રહે છે. ગણતરીના દિવસો પહેલા તેને લોસ એન્જેલસમાં નવું ઘર ખરીદ્યું છે એ માટે ચર્ચાઓમાં હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.