સાઉથ ફિલ્મ જગતના લોકપ્રિય એવા અને બાહુબલી ફિલ્મ સ્ટાર અભિનેતા પ્રભાસ આગળના ઘણા સમયથી સાઉથ ફિલ્મ જગતની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સાથેના રિલેશનને લઈને ચર્ચામાં બનેલા છે.ફિલ્મ બાહુબલી પછીથી બંનેના રિલેશનની ચર્ચાઓ ખુબ ચાલી હતી જો કે બંન્નેએ ક્યારેક પોતાના આ બાબત પર પોતાનું મંતવ્ય આપ્યું ન હતું.
View this post on Instagram
એવામાં એ પણ વાત સામે આવી હતી કે પ્રભાસ અને અનુષ્કા લોસ એન્જેલિસમા એક શાનદાર ઘર શોધી રહ્યા છે. તેના સિવાય એ પણ ખબર સામે આવી હતી કે પ્રભાસે અનુષ્કા માટે ફિલ્મ સાહોના ખાસ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરી હતી. એવામાં હવે અનુષ્કા સાથેના રિલેશનની ખબરો પર પ્રભાસે પોતાની ચુપ્પી તોડી છે અને પોતાના રિલેશનનો ખુલાસો કર્યો છે.
ઇન્ટરવ્યૂમાં પ્રભાસને અનુષ્કા સાથેના રિલેશન પર પુછવામાં આવેલા સવાલ પર પ્રભાસે જવાબ આપતા કહ્યું કે,’અમારી વચ્ચે એવું કંઈ જ નથી. અમે બંન્ને માત્ર સારા એવા મિત્રો જ છીએ.અમે સુખ દુખમાં એકબીજાની સાથે અડીખમ ઉભા રહીએ છીએ જો અમારી વચ્ચે રિલેશન હોય તો આગળના બે વર્ષોમાં અમને સાથે કોઈએ પણ જોયા છે? કે પછી ડેટ પર જતી વખતે મીડિયાએ સ્પોટ કર્યા છે?” અમારી વચ્ચે ખરેખર જો રોમાન્સ જેવુ કંઈ હોત તો 2 વર્ષ સુધી આ રીતે અમે રહ્યા હોત ખરા?
View this post on Instagram
પ્રભાસ આગળ કહે છે કે,”આ સવાલ મને ‘કોફી વિથ કરન’ શો માં પણ પુછવામાં આવ્યો હતો પણ ત્યારે તેનો જવાબ રાજા મૌલી અને રાણા દગ્ગુબાતીએ આપ્યો હતો. તેઓએ પણ એવું જ કહ્યું હતું કે અમારી વચ્ચે એવું કંઈપણ નથી”.
જો કે તેની પહેલા અભિનેત્રી અનુષ્કા શેટ્ટીને પણ આવો જ સવાલ કરવામાં આવ્યો હતો અને જવાબમાં તેણે કહ્યું હતું કે,”પ્રભાસ અને હું લગ્ન નથી કરી રહ્યા.અમે બંન્ને માત્ર ફિલ્મ પુરતા જ બાહુબલી અને દેવસેના છીએ, તેને રિયલ લાઈફમાં જોડવાનો કોઈ જ અર્થ નથી.અમે બંન્ને રિયલ લાઈફમાં સારા એવા મિત્રોથી વધારે કંઈ જ નથી”.
જણાવી દઈએ કે હાલ પ્રભાસ પોતાની આવનારી ફિલ્મ સાહોને લઈને પણ ચર્ચામાં બનેલા છે. ફિલ્મને લઈને ફૈન્સની વચ્ચે ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ફિલ્મમાં પ્રભાસની સાથે બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મ સાહો દ્વારા શ્રદ્ધા કપૂર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મ બાહુબલી પછી પ્રભાસની આ પહેલી ફિલ્મ છે માટે દર્શકોને ફિલ્મની આતુરતાથી રાહ છે. 350 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ સાહો 30 ઓગસ્ટના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.