ખબર ફિલ્મી દુનિયા

અભિનેત્રી પૂનમે ગોવામાં કર્યો હતો આ અશ્લીલ કાંડ, પોલીસે કરી ધરપકડ

બેશરમ બોલીવુડનો હજુ એક કાંડ બહાર આવ્યો, બોલીવુડની આ હિરોઈને ગોવામાં જઈને ખુલ્લેઆમ કપડાં ઉતારીને….જાણો વિગત

અભિનેત્રી પૂનમ  પાંડે પોતાની અશ્લીલ તસવીરો અને વિડીયો સોશિયલ પોસ્ટ કરવા માટે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ હાલમાં જ તેની એક અશ્લીલ વિડીયો શૂટ કરવાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે.

થોડા દિવસ પહેલા જ પૂનમ પાંડે પોતાના પતિ સૈમ બોમ્બે સાથે ગોવા ગઈ હતી. જ્યાં તેને સરકારી સંપત્તિ ઉપર અશ્લીલ વિડીયો શૂટ કર્યો હતો. આ મામલાની અંદર આજે  ગુરુવારના રોજ પૂનમ પાંડેની ધરપકડ કરવામાં આવી છે.

ગોવા ફોરવર્ડ પાર્ટીની મહિલા વિંગે પૂનમ પાંડે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેના ઉપર કાર્યવાહી કરતા પૂનમની ધરપકડ કરવામાં આવી છે. પૂનમ ઉપર આરોપ છે કે તેને ગોવાના ચપોલી ડેમમાં અશ્લીલ વિડીયો શૂટ કર્યો હતો. આ મામલાની અંદર બે પોલીસકર્મીઓ ઉપર પણ કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પૂનમ પાંડે સાથે એક અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ગોવાના કૈનાકોના પોલીસ સ્ટેશનમાં આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે બૉલીવુડ અભિનેત્રી પૂનમ પાંડેનો અશ્લીલ વિડીયો શૂટ કરી રહ્યો હતો. જ્યારબાદ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ મામલો દાખલ કરવામાં આવ્યો.

હાલમાં જ પૂનમ પાંડે પોતાના લગ્નને લઈને વિવાદોમાં આવી ગઈ છે. તેને હાલમાં જ પોતાના પ્રેમી સૈમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના બે અઠવાડીયાની અંદર જ તેમના લગ્ન જીવનમાં તિરાડ પડી ગઈ. હનીમૂન ઉપર ગયેલી પૂનમ પાંડે સાથે તેના પતિએ જયારે મારપીટ કરી ત્યારે તેને સૈમ બોમ્બે વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. પોલીસે સૈમની ધરપકડ પણ કરી હતી પરંતુ તેને પછીથી જામીન મળી ગઈ.

પૂનમે તેના પતિ ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે: “સૈમે મને એકવાર એટલી ખરાબ રીતે મારી હતી કે મારુ બ્રેન હેમરેજ થઇ ગયું હતું. હું ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં ભરતી રહી. મારો ચહેરો સોજાઇ ગયો હતો. મારા શરીર ઉપર નિશાન હતા. સૈમે તેના ઇન્સ્ટાગ્રામ ઉપરથી બધી જ તસવીરો ડીલીટ કરી દીધી હતી. જયારે મેં આવું કઈ ના કર્યું. કારણ કે મને લાગ્યું, છેલ્લે બધું સરખું થઇ જશે.