ખબર

અમદાવાદી મહિલાઓ રાત્રે રીક્ષા કે ટેક્સી ન મળે તો ગભરાતાં નહીં, પોલીસે શરૂ કરી છે ખાસ આ સેવા

દેશભરમાં વધી રહેલા દુષ્કર્મના બનાવ બાદ દરેક દીકરીઓના માતા-પિતા સતત ચિંતામાં રહે છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદની દીકરીઓ રાતના સમયે સહી સલામત ઘરે પહોંચી શકશે.

અમદાવાદ પોલીસે એક સેવા શરૂ કરી છે. જેમાં જે દીકરીઓને રાતે ઘરે જવા માટે કોઈ વાહનના મળે તો તેને પોલીસની પીસીઆર વેન ઘરે મૂકી જશે. આ સેવાનો લાભ લેવા માટે તમારે અમદાવાદ પોલીસ હેલ્પલાઇન નંબર 100 અને મહિલા હેલ્પલાઈન 181ઉપર કોલ કરવાથી તમે સુરક્ષિત રીતે ઘરે પહોંચી જશો.

અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયામાં આ માહિતી શેર કરી હતી. અમદાવાદ પોલ્સ દ્વારા કરવાંમાં આવેલી આ અનોખી સેવાને મહિલાઓએ આવકારી હતી. અમદાવાદ પોલીસે આ સેવા 8 માર્ચ 2018ના દિવસે શરૂ કરી હતી. આ સેવા 365 દિવસ ચાલુ રહેશે. જણાવી દઈએ કે, હાલમાં બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસે જૂની સેવા ફરીથી મહિલાઓને યાદ કરાવી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.