ખબર

ISRO સેન્ટરમાં એક વિદ્યાર્થીએ PM મોદીને કહ્યું – હું રાષ્ટ્રપતિ બનવા માંગુ છું, વાંચો શું કહ્યું વડાપ્રધાન મોદીએ

આખો દેશ જયારે ટીવી પર નજારો ગાળીને બેઠો હતો, ઇસરોના વૈજ્ઞાનિકો પોતાના કોમ્પ્યુટરની સ્ક્રીન પર નજરો ટકાવીને બેઠા હતા, અને ચંદ્રયાન 2નું ચંદ્ર પર સફળ લૅન્ડિંગ થાય એ ક્ષણના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ISRO સેન્ટર પહોંચ્યા હતાં.

Image Source

70 જેટલા વિદ્યાર્થીઓ પણ આ ક્ષણના સાક્ષી બનવા માટે પહોંચ્યા હતા. પણ લેન્ડિંગની થોડી ક્ષણો પહેલા જ ઈસરોનો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયો. આ સંપર્ક તૂટી ગયા પછી બધા જ સંપર્ક ફરીથી થવાની રાહ જોઈ રહ્યા હતા, આ સમયે વૈજ્ઞાનિકોના ચહેરા પણ ઉદાસ બની ગયા હતા.

આ પછી નિરાશ દેખાઈ રહેલા વૈજ્ઞાનિકોને પીએમ મોદીએ કહ્યું, ‘જીવનમાં ઉત્તર-ચઢાવ તો આવતા રહેશે, પણ આ કોઈ નાની સિદ્ધિ નથી, દેશને તમારા પર ગર્વ છે. સર્વશ્રેષ્ઠની આશા રાખો અને હું તમને સૌને અભિનંદન આપું છું.’ આ પછી વડાપ્રધાન મોદી ત્યાં પહોંચેલા વિદ્યાર્થીઓને મળ્યા, અને તેમની સાથે વાતચીત પણ કરી. આ દરમ્યાન એક વિદ્યાર્થીએ વડાપ્રધાન મોદીને કહ્યું, સર હું રાષ્ટ્રપતિ બનવા માંગુ છું. પીએમ મોદીએ આ સાંભળીને તેની પીઠ થાબડી અને હસતા-હસતા પૂછ્યું, પ્રધાનમંત્રી કેમ નહિ બનવા માંગતો. વડાપ્રધાને આટલું કહ્યું ને તરત જ મોદીજી અને ત્યાં હાજર બધા જ વિદ્યાર્થીઓ હસવા લાગ્યા.

પીએમ મોદીએ આ દરમ્યાન આ વિદ્યાર્થીને ઓટોગ્રાફ પણ આપ્યો. ચંદ્રયાન 2નું લેન્ડિંગ જોવા માટે ભુતાનના વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. પીએમ મોદીએ આ દરમ્યાન એમ પણ કહ્યું કે આશા કરું છુકે તમે અહીં નવા મિત્રો બનાવ્યા હશે. અહીં આવેલા બાળકોની પસંદગી ઈસરો દ્વારા કરવામાં આવેલા ઓનલાઇન સ્પેસ કવીઝ દ્વારા કરવામાં આવી હતી. ઈસરો સેન્ટર બેંગલુરુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચેલા દેશભરના વિદ્યાર્થીઓને મળ્યા. વિદ્યાર્થીઓના સવાલોના જવાબો પણ આપ્યા.

આ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા મોદીજીએ કહ્યું – ‘જીવનમાં મોટું લક્ષ્ય રાખો અને લક્ષ્ય મેળવવા માટે માર્ગમાં ક્યારેય નિરાશાને આવવા ન દો. જીવનમાં મોટું લક્ષ્ય રાખો અને એને નાના-નાના લક્ષ્યોમાં વિભાજીત કરી લો. આ નાના-નાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટેની પ્રયાસ કરો અને તેમને ભેગા કરો. એ ભૂલી જાઓ કે તમે શું ગુમાવ્યું અને રસ્તામાં ક્યારેય નિરાશાને આવવા ન દો.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks