અજબગજબ

90ના યુગને જીવંત બનાવવા માંગતા હો, તો તમારી પાસે છે આ એક સોનેરી તક, છોડતા નહિ

વ્યક્તિનું મન ચંચળ હોય છે, જે વસ્તુ તેમની પાસે હોય છે ત્યારે કદર નથી હોતી અને જયારે એ વસ્તુ આપણી પાસે ન હોય ત્યારે તેને મેળવવાની ચાહ રાખતા હોઈએ છીએ. સમય વીતી ગયા પછી એ વસ્તુઓ પણ પાછી નથી આવી શકતી. જેમ કે આપણા બાળપણની યાદો અને વાતો. આપણે કશું પણ કરી લઈએ એ સમય કે એ સમય આપણે જે વસ્તુઓ વાપરતા હતા એ આપણે હવે મેળવી શકતા નથી કારણ કે એ બધી વસ્તુઓ હવે ધીરે-ધીરે બજારમાં દેખાવાની બંધ થઇ ચુકી છે. તો આવા જ કેટલાય લોકો માટે અમે બાળપણની યાદો તાજી કરવા માટે કેટલાક તસ્વીરો લઈને આવ્યા છીએ જેને જોઈને તમને પોતાનું બાળપણ યાદ આવશે. તો જુઓ બાળપણમાં જોવા મળતા કેટલાક વાહનોની તસ્વીરો –

Image Source

બાળપણની એ સાયકલ, જેના માટે આપણે આપણા માતાપિતા પાસે ઘણી જીદ્દ કરી હશે. એ સમયે સાયકલ પર સ્કૂલે જવાનું પણ એક સ્ટેટસ ગણવામાં આવતું હતું.

Image Source

યામાહા RX100 એવી બાઈક હતી કે જે નાના-મોટા યુવાઓ સૌને પસંદ આવતી હતી. દરેક ટીનએજ યુવાઓમાં આ બાઈકની ચાહ હતી. અને લગભગ દરેક ઉંમરના લોકોને આ બાઈક ખૂબ જ પસંદ આવતી હતી.

Image Source

આજના સમયમાં મારુતિ 800ને સામાન્ય ગાડી માનવામાં આવે છે અને તેનું જૂનું મોડલ પણ આવવું બંધ થઇ ગયું છે. એ ગાડી એક સમયે જણાવતી હતી કે આ ગાડીનો માલિક કેટલો અમીર છે. આ એ સમયે સૌથી ચાહિતી કાર હતી. આ દેશની કદાચ પહેલી ફેમિલી કાર કહેવાતી હતી. આજે પણ રસ્તાઓ પર એ કશેક દેખાઈ જાય છે.

Image Source

જો કોઈના ઘરની આર્થિક પરિસ્થિતિ ઠીકઠાક હોય તો તેમના ઘરે લંબ્રેટા જોવા મળતું. આ એ સમયનું એક મોંઘુ સ્કુટર હતું, એ એટલું સરસ ચાલતું અને અવાજ પણ એટલું જ કરતું. 90નો દાયકો એવો સમય હતો જયારે આ સ્કુટર પોતાના અંતિમ સમયમાં હતું.

Image Source

દરેક ધનિક વ્યક્તિ પાસે એ સમયે HP Contessa જરૂર હોતી હતી. એ વીતેલા સમયની શાનદાર કારોમાંથી એક છે. આ કર ભલે ધનિક વ્યક્તિની કાર માનવામાં આવતી પણ પસંદ તો બધાને આવતી હતી.

Image Source

90ના દાયકામાં સૌથી વધુ વેચાતું સ્કુટર એટલે બજાજ પ્રિયા સ્કુટર, આ સ્કુટર દરેક બીજા ઘરમાં જોવા મળતું અને દરેક બિઝનેસમેનની પસંદ આ સ્કુટર હતું.

Image Source

Fiat Premier Padmini આ એવી ગાડી હતી કે જે આજે પણ મુંબઈના રસ્તાઓ પર ટેક્સી સ્વરૂપે જોવા મળી જાય છે. આ કાર એ સમયની ખૂબ જ સફળ ગાડીઓમાંથી એક હતી.

Image Source

ભારતના ગામોમાં જે ખેડૂત પરિવાર ધનિક હોતો, કે ક્ષત્રિય હોતો, એમના ઘરે એક રાજદૂત જરૂર હોતી. જે રુઆબ આજના સમયે બુલેટનો છે એ સમયે રાજદૂતનો પણ એવો જ રુઆબ હતો.

Image Source

Kinetic એ સૌથી પહેલા Kinetic Luna જ માર્કેટમાં ઉતારી હતી. કાઇનેટિક લુના હવે તો જોવા જ નથી મળતું, પણ આ નાનું વાહન એ જમાનામાં ખૂબ જ પોપ્યુલર હતું.

Image Source

90ના દાયકાની વીઆઈપી કાર એટલે એમ્બેસેડર, જે હવે લગભગ દેખાતી બંધ થઇ ચુકી છે. આ ગાડી એ સમયે મોટા-મોટા લોકો જ વાપરી શકતા હતા. આ ગાડી એ સમયની શાન હતી. તેને દરેકના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી હતી.

Image Source

90ના દાયકામાં નવી-નવી લોન્ચ થયેલી મારુતિ ઓમનીનો ક્રેઝ ભલે અત્યારે ખતમ થઇ ચુક્યો હોય, પછી પણ આજે આ રસ્તાઓ પર ચાલતી દેખાઈ જાય છે. એ સમયે જયારે પરિવાર સાથે ફરવા જવું હોય તો ઓમનીને જ પ્રાથમિકતા આપવામાં આવતી હતી.

Image Source

એ સમયે મેટાડોર પણ ખૂબ જ જોવા મળતી હતી. એ સમયે મેટાડોર મલ્ટી યુટિલિટી વાહન હતું. આને ભાડે ચલાવો કે એમ્બ્યુલન્સ બનાવો કે પછી સવારીઓ લો, આ બધી જ જગ્યાએ ચાલી જતી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.