ઢોલીવુડ

નજીક આવી રહેલી ઉત્તરાયણ નિમિત્તે ઈશાની દવે અને સચિન-જીગરનું નવું ગીત “પેચ લડાવી દઉં” થયું રિલીઝ, તમે પણ જુઓ

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ઉત્તરાયણ એક આગવું મહત્વ ધરાવે છે, જો કે આ વખતે કોરોનાના કારણે ઉત્તરાયણનો રંગ કેવો જામશે એ તો આવનાર સમય જ બતાવશે, પરંતુ આ દરમિયાન ગીતોની પણ એક આગવી મજા હોય છે.

ગુજરાતીઓની ઉત્તરાયણ તો ગીતો સાથે જ પૂર્ણ થાય, ત્યારે આ દરમિયાન જ ખ્યાતનામ સંગીતકારની જોડી એવી સચિન-જીગર એક સરસ મઝાનું ગીત લઈને આવ્યા છે, જેમાં સુમધુર અવાજ આપ્યો છે ઈશાની દવેએ.

 

View this post on Instagram

 

A post shared by Sachin Jigar (@sachinjigar)

ગીતનું નામ જ છે “પેચ લડાવી દઉં” જે સાંભળતા જ જાણે પેચ લડી જતા હોય તેમ લાગે. સચિન-જિગરનું સંગીત આ ગીતમાં પ્રાણ પુરે છે તો ઈશાની દવેનો અવાજ જાણે કે આ ગીતને સજીવન કરવામાં એક મહત્વની ભૂમિકા ભજવે છે.

 

View this post on Instagram

 

A post shared by Ishani Dave (@ishanipdave)

આ ગીત વિશે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર ઈશાનીએ જણાવ્યું હતું કે, “આ ગીતને ગયા વર્ષે સચિન-જીગર દ્વારા બનાવવામાં આવ્યું હતું. પરંતુ કોરોના વાયરસના કારણે તેને પ્રસ્તુત ના કરી શક્યા. ત્યારબાદ ડિસેમ્બર 2021માં તેને બનાવવાનો નિર્ણય કર્યો. અમારી ટીમે થોડા સમયમાં જ કામ પૂર્ણ કરી લીધું. આ ગીતનું સમગ્ર શૂટિંગ અંબાપુરની વાવ અને અમદાવાદની પોળમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. અમદાવાદની પોળમાં ઉજવાતી ઉત્તરાયણની પ્રસંશા આખી દુનિયામાં થાય છે.”

આ મનમોહક ગીતના શબ્દો લખ્યા છે ભાર્ગવ પુરોહિતે. આ ગીતને ઈશાની દેવેની યુટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવ્યું છે, તમને પણ આ ગીત ચોક્કસ ગમશે, તમે પણ નીચે ક્લિક કરી અને શાનદાર ગીતને નિહાળો.